Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નિને આપઘાતની ફરજ પાડવા એંગે પકડાયેલ પતિને ૧૦ વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ

સુરેન્દ્રનગર,તા.૧:સુરેન્દ્રનગરમાં રેહતી યુવતી ને આઠ વર્ષ પેહલા પ્રેમ લગ્ન કર્યા હતા જેમાં તેનો પતિ કઈ કામ ધંધો ન કરતો હોય અને પિયર પક્ષ સાથે સબધ રાખવા ન દેતો હોવાથી પરણીતા એ આપદ્યાત કરી લેતા જે કેસ આજે મોરબી કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી પતિને કોર્ટે દસ વર્ષની સજા અને રૂપિયા ૧૩ હજારનો દંડ ફટકાર્યો છે

બનાવની મળતી વિગત મૂળ સુરેન્દ્રનગર ની વતની કચનબેન હમીરભાઈ ગોગિયા એ ગત તારીખ ૫/૧૧/૧૧ નો રોજ વાંકાનેર થી લુણસરિયા વચ્ચે જતી ગુડ્ઝ ટ્રેન નીચે જપલાવી આપદ્યાત કર્યો હતો જેમાંઙ્ગ મુર્તક યુવતીના પિતા વાલજીભાઈ ઉકાભાઈ રાઠોડ રહે.સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર પોલીસ મથકમાં જમાઈ વિરુદ્ઘ એવી ફરિયાદ નોધાવી હતી કે તેમની દીકરી કંચને ગત તારીખ ૧૮-૫-૨૦૧૧ ના રોજ થાનગઢ રેહતા હમીર ઉર્ફે કમલેશ રાજાભાઈ ગોગિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેમાં તેના પરિવાર સમજાવટ થી દીકરી જે તે સમય સમજાવી ઘરે પરત લઇ આવ્યો હતો પણ તેના પતી હમીર કોર્ટ મદદથી તેની પત્ની કચન ગત તારીખ ૨૬/૭/૧૧ ફરી પોતની સાથે થાનગઢ લઇ ગયો હતો પણ પતી હમીર કઈ કામ ધંધો ન કરતો તેમજ પિયર પક્ષ સાથે સબધ રાખવાનીનાં પડતો હોય જેથી ફકત છ માસ જેટલા ચાલેલા પ્રેમ લગ્ન કરનાર આ યુવતી આ બધા ત્રાસથી કંટાળી ગઈ હતી જેથી તેણે ટ્રેન નીચે ઝપલાવી આપઘાત કર્યો હતો જે કેસ મોરબીની એડીશનલ ડીસ્ટ્રીકટ કોર્ટના ન્યાયાધીશ સી.જી.મેહતાની કોર્ટમાં ચાલી જતા જેમાં સરકારી વકીલ ધર્મેન્દ્રભાઈ આદ્રોજા અને સજયભાઈ દવેની દલીલોને માન્ય રાખી કોર્ટ દ્વારા આરોપી પતી હમીર ઉર્ફે કમલેશ રાજાભાઈ ગોગિયાને કોર્ટે ૧૦ વર્ષની સજા રૂપિયા ૧૩ હજાર દંડ તેમજ દંડના ભરેતો વધુ ૧ વર્ષની સજા ફટકારી છે

(1:17 pm IST)