Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મોરબી પાસે કારમાં દેશી દારૂના જથ્થા સાથે રાજકોટની મહિલા સહિત બે પકડાયા

મોરબી, તા.૧: મોરબી નજીક કારમાં દેશી દારૂના જથ્થા સાથે નીકળેલ રાજકોટની મહિલા સહિત બેને પોલીસે ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના ચોકડી પાસેથી થતી ઇકો કાર નં. જીજે૧૮બીબી૧૪૧૪ને આંતરી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ લીટર ૬૦ કીંમત રૂ.૧૨૦૦ મળી આવતા પોલીસે કારમાં સવાર વિજય ગોરધન વાગડીયા રહે.રાજકોટ રણછોડનગર અને જયશ્રીબેન પ્રવીણભાઇ કોળી રહે.પારેવડી ચોક રાજકોટને ઇકો કાર અને દારૂ સહિત ૧,૦૧૨૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:16 pm IST)