Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

હળવદનો બ્રાહ્મણી-૧ અને ૨ ડેમ ઓવરફલોઃ કપાસ- મગફળીના પાકને ભારે નુકશાન

હળવદ તા.૦૧:હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી એકધારો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે મુસીબત બનીને વરશી રહ્યો છે.હળવદ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં કપાસ અને મગફળી તથા તલનો ઉભો પાક લહેરાતો હતો.તેમાં વરસાદે ખેડુતોઓની આશા પર પાણી ફેરવી દીધું છે.મગફળી અને કપાસનો પાક નાશ પામ્યો છે.તૈયાર પાક વરસાદમાં નાશ થતા ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.જ્યારે વરસાદને પગલે હળવદનો બ્રાહ્મણી પ્ર૧ ડેમ ઓવરફ્લો થયો છે અને બ્રાહ્મણીપ્ર૨ ડેમના ૫ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.જેના પગલે નીચાણવાળા ગામો ગોલાસણ, શીરોઇ, સુંદરગઢ, સૂર્યનગર, મેરૂપર, ટિકર, માનગઢ, સુસવાવ, કેદારીયા, પાડાતીર્થ, ધનાળા, માયુરનગર, રાયસંગપુરને એલર્ટ કરવામાં આવ્યા છે.

હળવદ પંથકમાં વરસાદને પગલે મામલતદાર વિ.કે. સોલંકી અને ટીડીઓ રાવલ સહિતની ટીમ ખડેપગે રહી છે અને વરસાદની સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.હળવદમાં નવરાત્રીને લઈને પોલીસ સહિતના દ્વારા ઘણી જગ્યા ઓ પર  ગરબીના અયોજનો થયા છે અને ખૈલૈયાઓ એક માસથી રાસ ગરબે રમવા માટે પ્રેકિટસ કરતા હતા.પણ વરસાદે ખૈલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે અને વરસાદને કારણે આજે સતત બીજા દિવસે ગરબીઓમાં રસોત્સવ કેન્સલ થતા ખેલાયાઓ નિરાશ થયા હતા તેમજ આજે સહેરની શાળા કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી હતી. સાથે શહેરમાં આવેલા સામંસર તળાવ પણ સતત વરશી રહેલા વરસાદથી છલો છલ ભરાઈ  ગયો છે.

(12:20 pm IST)