Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

માળીયા મિંયાણાના વેજલપર - ખાખરેથી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઉભા પાકને નુકશાન

 માળીયા મિંયાણી તા. ૦૧:   વેજલપર ખાખરેચી વિસ્તારના ગામડાઓમા રાત્રે મીની વાવાઝોડા સાથે ૫ ઈંચથી વધુ વરસાદ ખાબકતા આ વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે જેથી અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે મગફળી તલ કપાસ બાજરી જેવા પાકોમાં વ્યાપક પ્રમાણમાં  નુકશાન થયુ છે જેમા મગફળી ઉભી ઉગી નીકળી છે તો તલ બાજરી કપાસ આડા પડી ગયા હોવાથી પાકમાં કાળાશ પડી ગઈ છે એકંદરે તાલુકા પંથકમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય હોવાથી ખેડુતોએ પાકવીમો અને સહાય કરવા માંગ કરી છે ગત વર્ષ ચોમાસુ નબળુ સાબિત થતા ખેડુતોને નુકશાની વેઠવી પડી હતી ત્યારે ચાલુ વર્ષે પણ મોંઘા ભાવના બિયારણ ખાતરનું વાવેતર કરી પાક તૈયાર કર્યો છે જેના પર મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે જેના પગલે ખેડુતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ જવાની પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે અત્રે ઉલ્લેખનીય છે વેજલપર વિસ્તારમાં અવિરત પણે વરસતા વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા હતા તેમજ નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જતા ઘરોના ફળ્યામાં પાણી ઘુસી ગયા હતા તેમજ વેજલપર ખાખરેચીના હોકળા બે કાંઠે વહી રહ્યા  છે જેના કારણે તળાવો ત્રીજી વખત  ઓવરફલો થયા છે આમ પંથકના અમુક ગામડાઓ બેટમાં ફેરવાયા છે જેથી જનજીવન પ્રભાવિત થયુ છે અને મેઘરાજાને ખમૈયા કરોની લોકો પાર્થના કરી રહ્યા છે.

(12:10 pm IST)