Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સ્ત્રીઓની પ્રસૂતિ દરમ્યાન ઓપરેશન બાદ લેવાતા ટાંકાના કારણે બેકટેરિયા થઈ શકે છે- અદાણી જીકેના તબીબે ૪૦૦ મહિલાઓના કરેલા સ્ટડી રિપોર્ટને દ્વિતીય નંબર

ભુજ,તા.૧: ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત રેસિડેન્ટ તબીબ ડો. સ્નેહલ કુકડીયાએ રાજય સ્તરે રજૂ કરેલા સંશોધન પેપરને રાજય સ્તરે દ્વિતીય પારિતોષિક મેળવ્યું છે. સ્ત્રી રોગ ડો. સ્નેહલ કુકડીયાનું સંશોધન મહિલા દર્દીઓના સ્વાસ્થ્ય માટે તેમ જ અન્ય સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો માટે લાભદાયી છે.

અદાણી જીકે ના સ્ત્રી રોગ વિભાગના પ્રો. ડો. નિમિષ પંડ્યાની યાદીમાં જણાવ્યા પ્રમાણે સોસાયટી ઓફ ઓબેસ્ટ્રેશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ, ગુજરાત SOGOG દ્વારા યોજાયેલા રાજયસ્તરના પરિસંવાદ માં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. સ્નેહલ કુકડીયાએ સ્ત્રીઓ માં ઓપરેશન પછી લેવાતા અલગ અલગ પ્રકારના ટાંકાઓ, દ્યાના ઊંડાણ અંગે ૪૦૦ જેટલા દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. જે દરમ્યાન ટાંકા ના કારણે બેકટેરિયા થતાં હોવાનું તેમને સંશોધન દરમ્યાન ધ્યાને આવ્યું હતું.

આ બેકટેરિયાને કેમ અટકાવવા તે અંગે પણ તેમના સ્ટડી પેપરમાં માહિતી અપાઈ છે. આ સંશોધન પેપરને રાજય સ્તરે દ્વિતીય નંબર પ્રાપ્ત થયો છે. તેમનો અભ્યાસ ભવિષ્યમાં દર્દીઓ માટે તેમ જ અન્ય તબીબોના સ્વાસ્થ્ય માટે મહત્વનો બની રહેશે.

સંશોધન પેપરને રાજય સ્તરે દ્વિતીય નંબર મેળવવાની સિદ્ઘિ અદાણી જીકે જનરલ હોસ્પિટલ માટે, ગેઇમ્સ માટે તેમ જ કચ્છ માટે ગૌરવની વાત છે. હવે સોસાયટી ઓફ ઓબેસ્ટ્રેશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ, ગુજરાત દ્વારા આગામી પરિસંવાદ કચ્છમાં સફેદ રણ ધોરડો ખાતે યોજવાનું આયોજન છે.

(12:07 pm IST)