Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

માળીયા મિંયાણાના ચિખલીમાં રહેતી બહેનને ભાઇનુ મરણમુખ જોવા કોઝ-વેના ધસમસતા પાણીમાં પસાર થવુ પડ્યુ

માળીયા મિંયાણા તા. ૦૧: માળીયા મિંયાણા તાલુકા પંથકમા છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલ વરસાદના કારણે નદી નાલા છલકી ગયા હતા અને ઉપરવાસમા વધુ વરસાદના કારણે ધોડાધ્રોઈ નદીના નાલા ખોલવાથી માણાબા સુલતાનપુર અને ચીખલી આ ત્રણેય ગામ સંપર્ક વિહોણા બન્યા હતા અને ખેતરોમા પાણીના તલાવડા ભરાયા હતા ખેડુતોના ઉભાપાકને ભારે નુકશાન પહોચ્યુ હતુ

ત્યારે ચીખલી ગામે રહેતા ઠાકોર પરીવારને દુખદ સમાચાર મળ્યા હતા જેમા માળીયા મિંયાણા તાલુકાના જાજાસર ગામે ઠાકોર કોળી યુવાનનુ અકસ્માતે મૃત્યુ થયાના સમાચાર તેની બહેનને મળતા છેવાડાના રણકાંઠાના ચીખલી ગામે રહેતી મૃતકની બહેનને તેના ભાઈનુ છેલ્લી ધડીએ મુખ જોવા જવાનુ હતુ પરંતુ ચીખલી થી હાઈવે સુધી પહોચવા ત્રણ કોઝવે પસાર કરવા પડે તેમ હતુ અને નદી અને વરસાદી પાણીના લીધે બધા કોઝવેમા ધસમસતા પાણીના પ્રવાહ વહેતો હતો છતા વીરાનુ મરણમુખ જોવા જાનની પણ પરવાહ કર્યો વગર જીવ જોખમમા મુકી એકબીજાના હાથ પકડી ધસમસતા પાણીના પ્રવાહમાથી પસાર થય ઠાકોર સમાજની દીકરી તેના ભાઈના છેલ્લી ધડીના દિદાર કરવા માળીયા મિંયાણા તાલુકાના જાજાસર ગામે પહોચતા ભારે મુશકેલીનો સામનો કર્યો હતો.

(12:02 pm IST)