Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સોમનાથ મંદિર પાસે નાળીયેર વેચી ગુજરાન ચલાવતા લાભુમાની પ્રેરણારૂપ પ્રમાણીકતા

વૈષ્ણવજન તો તેને કહીયે, જે ''પરધન'' નવ ઝાલે રે હાથ રે ઉકતી યથાર્થ ઠેરવી

સોમનાથ મંદિર પાસે નાળીયેર વેચીને ગુજરાન ચલાવતા ૬૦ વર્ષના લાભુમાને યાત્રીક પરિવારનું પર્સ મળતા તેમને તે પર્સ યાત્રીક પરિવાર દંપતિને પરત કરેલ તે તસ્વીરમાં લાભુમાં સાથે યાત્રિક દંપતી નજરે પડે છે

 પ્રભાસપાટણ તા ૦૧  :  સોમનાથ મહાદેવના મંદિરે ચેન્નાઇના સુર્યબાળા અને સંતોષકુમાર દંપતિ દર્શનાર્થે આવેલ અને પરત જતાં તેમનું લેડીઝ પર્સ સોમનાથ સીટી બસના રોડ ઉપર નીચે પડી ગયેલ તેનો ખ્યાલ તેને પણ ન હતો.

સોમનાથ દરિયાકાંઠે નાળીયેરનો ધંધો કરતા ૬૦ વર્ષીય લાભુ મેઘજી જેઠવા તેઓ રોજીંદા ક્રમ મુજબ બપોરે ૧૨.૩૦ વાગ્યે જમવા ઘરે જતા હતાં ત્યાં તેમની નજર પડી અને તેઓ તથા તેમના પુત્ર રમેશે સોમનાથ શોપીંગ સેન્ટર - શિવ નોવેલ્ટી સ્ટોરના સેવાભાવી કાર્યકર નારણભાઇ વાસણને જાણ કરી તેઓએ તરતજ પર્સ ખોલી તેમાં રહેલ એર ટીકીટ ઉપર દર્શાવેલ નંબર પર મોબાઇલ કરી સુર્યબાળા બહેનને બોલાવ્યા કે જેઓ તેમનું પર્સ ગોતતા હતાં. ઓળખ ખરાઇ કરી લાભુબહેને તેમનું પાકીટ પરત કરી પ્રમાણીકતા દાખવી.

આ પર્સમાં વિમાન-રેલ્વે ટીકીટ-ર, એટીએમ કાર્ડ આધાર કાર્ડ, વોટર કાર્ડ, ૨૦૦૦ રૂપીયા રોકડા અને ૫૦૦૦ રૂપીયા અંદાજીત સોના કટકો હતા જે પરત કરતાં યાત્રીક લાભુમાને અને નારણભાઇને પગે લાગ્યા, પ્રમાણીકતા બદલ આભાર માન્યો હતો.

(12:02 pm IST)