Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વેરાવળના નાવદ્રા સહિત અનેક ગામોમાં મગફળીનો પાક નિષ્ફળ જવાને આરે

ખેતરોમાં સતત પાણી ભરાવાને કારણે

વેરાવળ પંથકમાં સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

પ્રભાસ પાટણ તા.૧: વેરાવળ તાલુકાનાં નાવદ્રા અને આજુબાજુનાં ગામોમાં જયાં ખેતરોમાં પાણી ભરાયેલા છે તે વિસ્તારોમાં મગફળી ફેલ થયેલ છે જે ખેડુતોએ વરસાદ પહેલા કોરડાની મગફળી વાવેલ છે તેઓને ભાદરવો પૂરો થતાની સાથે ખેતરોમાં કાઢવાની શરૂઆત થયેલ છે.

પરંતુ આખો ભાદરવામાં સતત વરસાદ વરસવાને કારણે જે ખેતરોમાં સતત પાણી ભરાયેલ છે તે ખેતરોમાં મગફળીના પાકો નિષ્ફળ ગયેલ છે અને ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયેલ છે.

ખેડુતો માટે ચોમાસાનો પાક ખુબજ મહત્વનો હોય છે અને ચાર મહિનાની મહેનત અને બિયારણો-ખાતર અને દવાનાં છંટકાવ બાદ આ પાક તૈયાર થયેલ છે અને સતત વરસાદને કારણે ખેડુતોને મોઢે આવેલ કોળીયો ઝુંટવાઇ જવા જેવી સ્થિતી સર્જાયેલ છે જેથી નાવદ્રા ગામમાં ખેડુત અગ્રણી રાણાભાઇ ચૂડાસમાં દ્વારા આ વિસ્તારમાં જે ખેડુતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયેલ છે તેવા ખેતરોમાં સરકાર દ્વારા સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી માંગણી કરવામાં આવેલ છે.

(12:00 pm IST)