Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ગીર વિસ્તારમાં દિપડાના હુમલા વધતા ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વન વિભાગના અધિકારીઓને ઝાટકી નાખ્યા

પ્રેમપરામાં મકાનમાં સુતા બાળકને દીપડાએ ગળેથી પકડી ઢસડ્યો : ગંભીર ઇજા

ગીર આસપાસના વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવો વધતા લોકોમાં રોષ વ્યાપો છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ અંગે વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો છે. તેમણે રોજ-બરોજ દીપડાઓના વધી રહેલા હુમલામાં વનવિભાગ જવાબદાર ઠેરવીને ઉધડો લીધો હતો. રાબડીયાના આક્રોશ સામે વન વિભાગના અધિકારીઓ મૂંગા બનીને ઉભા રહ્યા હતા.

 જૂનાગઢના વિસાવદરના પ્રેમપરા ગમે દિપડાની દહેશત જોવા મળી રહી છે. જોકે દીપડાએ જે બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો તે બાળકે ગજબની હિંમત બતાવી હતી.અને આથી દીપડાએ ઉભી પૂંછડીયે ભાગવુ પડ્યુ હતુ. વિસાવદરના પ્રેમ પરા ખાતે ખેતરના મકાનમાં સુતા બાળકને દીપડાએ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો..દીપડાએ બાળકને ગળેથી પકડીને ઢસડ્યો પણ હતો.જોકે બાળકે હિંમતભેર દીપડાને મુક્કો મારતા દીપડો બાળકને મુકીને ભાગ્યો હતો. દીપડાના હુમલામાં બાલકને ગળે મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.જ્યારે બાળકના પિતા દીપડાની પાછળ ભાગ્યા હતા. તેથી દીપડાએ તેમને પણ ઘાયલ કર્યા હતા.દીપડાની દહેશત છતાં વનવિભાગના પેટનું પાણી હલતુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

(11:41 am IST)