Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મોરબીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ મૂળ એમપીનો આરોપી બાદલ ઉર્ફે કાલુ ઝડપાયો

 

મોરબીમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા કાર્યરત ડીવીઝન પોલીસ ટીમને સફળતા મળી છે અને ચોરીના આરોપીને ઝડપી લેવાયો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુન્હો બન્યો હોય જે ઉકેલવા ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની સુચનાથી પીએસઆઈ વી આર શુક્લ t એમજ સર્વેલન્સ સ્ટાફની ટીમના શેખાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, રણજીતસિંહ ગઢવી સહિતની ટીમે બાતમીને આધારે સરદાર બાગ પાસેથી આરોપીપ બાદલ ઉર્ફે કાલુ બંસીલાલ હઠીલા (..૨૦) રહે મૂળ એમપી વાળાને ઝ્દીપ લઈને પૂછપરછ કરતા તેને હાઉસિંગ બોર્ડના મકાનમાં ચોરી કર્યાની કબુલાત અપાઈ હતી જેથી પોલીસે આરોપીની ધોરણસરની અટકાયત કરી ચોરીનો મોબાઈલ કબજે લઈને અન્ય મુદામાલ અંગે પૂછપરછ ચલાવી છે

કામગીરીમાં પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી આર શુક્લ, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કલોતરા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા, જયપાલભાઈ જેસંગભાઈ અને ભાવેશભાઈ મિયાત્રા સહિતની ટીમ રોકાયેલ હતી.

(1:12 am IST)