Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કચ્છ - સૌરાષ્ટ્રમાં મીઠા ઉદ્યોગના અડધો લાખ લોકોની રોજી-રોટી છીનવાઇ જવા ભય

મીઠુ પકાવતા સ્થાનિક અગરિયાઓની નિકાસમાં ૪૦ ટકા જેટલું તોતિંગ ગાબડું રૂ. ૬૫૦ - ૭૦૦માં પ્રતિ ટન વેચાતું મીઠું ખાનગી કંપનીઓ રૂ. ૪૦માં વેચવા માંડી! : ૧૫ હજાર ચો.કિ.મી.માં મીઠાનો કુદરતી ભંડાર પથરાયેલો છે : મૂળભૂત અગરિયાઓ આજે પણ ૫૦ વર્ષ પહેલાનું જીવન જીવે છે!

રાજકોટ : કચ્છની ધરતીમાં સેંકડો વર્ષોની કુદરતી પ્રતિકિયરાના અંતે પાકેલું ખનિજ સમાન મીઠું કાઢવાની સરકાર ખાનગી કંપનીઓને છૂટ આપી દેતા કચ્છ અને સૌરાષ્ટ્રના મીઠા ઉદ્યોગનો જાણે કે મૃત્યુઘંટ વાગી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મીઠું પકાવતા સ્થાનિક અગરિયાઓની નિકાસમાં છેલ્લા થોડા સમયમાં ૪૦ ટકા જેટલું તોતિંગ ગાબડું પડતા આશરે ૫૦ હજારથી વધુ લોકોની રોજગારી પર જોખમ આવી પડયું છે. જેને લઇને મીઠા ઉદ્યોગમાં સન્નાટો છવાઇ ગયો છે. અગર એસો.ના આક્ષેપ અનુસાર મહેનત કરીને પકવાયેલા મીઠાના અત્યાર સુધી પ્રતિટન રૂ. ૬૫૦થી ૭૦૦ સુધીના ભાવ મળતા હતા. તેના બદલે વગર મહેનતે જમીન ખોદીને કાઢેલું મીઠું ખાનગી કંપનીઓ દ્વારા ફકત રૂ. ૪૦ જેટલા નીચા ભાવે વેંચી નાખવામાં આવે છે! જેને લઇને અગરિયાઓનો વ્યવસાય પડી ભાંગ્યો છે.

(4:05 pm IST)