Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુરેન્દ્રનગરના દેવપરા ગામે થયેલ હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપતી છોડી મુકવા હુકમ

નજરે જોનાર સાહેદો પ્રોજેકટેડ વીટનેશ છ તેવી રજૂઆત ગ્રાહય રાખતી કોર્ટ

રાજકોટ, ૧: સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના દેવપરા ગામો થયેલ હત્યા તેમજ ખુની હુમલ પ્રકરણમાં પકડાયેલ આરોપીઓ ૧. દેવાભાઇ જહાભાઇ સાટીયા- ભરવાદ. ૨. કરમણભાઇ દેવાભાઇ સાટીયા - ભરવાડ ૩. ખીમાભાઇ દેવાભાઇ સાટીયા- ભરવાડ ૪. છેલાભાઇ દેવાભાઇ સાટીયા- ભરવાડ પ. કાનાભાઇ દેવાભાઇ સાટીયા-ભરવાડ ૬. હરીભાઇ કરમણભાઇ સાટીયા- ભરવાડ ૭. જેઠાભાઇ કરમણભાઇ સાટીયા -ભરવાડ, ૮. તેજાભાઇ ખીમાભાઇ સાટીયા - ભરવાડ રહે. - બધા દેવપરા ગામની સામેનો કેસ ચાલી જતા સુરેન્દ્રનગરના એડીશ્નલ સેશન્સ જજશ્રી પાનેરીઓ તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે તા.૨૪/પ/૧પ ના મોડી રાત્રીના રોજ આ કામના ફરીયાદી સનુબેન શામજીભાઇ મકવાણા એ એક ફરીયાદ આપેલ અને ફરીયાદની હકિકતમાં જણાવેલ કે, ફરીયાદી સનુબેન, ફરીયાદીના પતી શામજીભાઇ મકવાણા, ફરીયાદીનો પુત્ર અરવીંદભાઇ તથા ફરીયાદીની પુત્રી શોભનાબેન દેવપરા ગામની સીમમાં આવેલ ખેતરે ટ્રેકટર લઇને ખેતરમાં હાથલીયા થોરની વાડ કરવા માટે તા.૨૪/પ/૧પના સવારના ૯ વાગ્યે થાનગઢથી દેવપરા સીમની વાડીએ પહોંચેલ અને ત્યાં હાથલીયા થોર બપોર સુધીમાં ત્રણ ફેરા કરી ચોથો ફેરો ભરી ફરીયાદીના પતી તથા પુત્ર ખેતરમાં થો નાખવા ગયેલા તેનો જોરથી અવાજ સંભળાયેલ તેના કારણે ફરીયાદી તથા તેની પુત્રી થોર કાપતા હતા ત્યાંથી દોડીને જયાં તેના પતી અને પુત્ર હતો ત્યાં પહોેંચેલ.

ત્યારે ફરીયાદીના પતીને પુત્રને આ કામમાં ઉપરોકત જણાવેલ આરોપીઓ તથા રણછોડભાઇ ભરવાડ, વશરામભાઇ ભરવાડ, નવા ગામના સરપંચ વાઘાભાઇ ભરવાડ અને નવાગામના રાજાભાઇ ભરવાડ અને આ તમામ આરોપીઓ કુંડલીવાળી લાકડીઓ, ધારીયુ, તલવાર, છરી, અને બંધુક જેવા હથીયારોથી હુમલો કરેલ અને તેમાં ફરીયાદીના પતી શામજીભાઇ ખોડાભાઇ તથા અરવીંદભાઇને બેફામ માર મારેલ અને તે દરમ્યાન ફરીયાદી છોડાવવા પહોંચેલ ત્યારે આ તમામ આરોપીઓ માનેલ નહી અને ગાળો બોલતા હતા અને બંને મરી ગયા પછી એકલી ડોશી શુ કરવાની છે વાડી લઇ લેવી છે તેવુ બોલતા હતા અને ફરીયાદીના પતીને પુત્ર પડી જતા તમામ આરોપીઓ ભાગી ગયેલા.

આ ફરીયાદના અનુસંધાને પોલીસે તમામ આરોપીઓની સામે આઇ.પી.સીકલમ ૩૦૨, ૩૦૭, પ૦૪, પ૦૬(ર), ૪૪૭, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, તથા જી.પી.એકટની કલમ ૧૩પ વીગેરે કલમો હેઠળ ગુનો નોંધેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી રણછોડભાઇ ભરવાડ, વશરામભાઇ ભરવાડ, અને નવાગામના સરપંચ વાઘાભાઇ ભરવાડ તથા નવાગામના રાજાભાઇ ભરવાડનાઓએ બનાવ બન્યા બાદ તુરંત જ ઉચ્ચઅધીકારીઓને પોતે બનાવના સ્થળે હાજર ન હતા અને બનાવ વખતે બનાવના સ્થળેથી ઘણા દુર અન્ય જગ્યાએ હતા તે સંબંધે રજુઆત કરેલી.

(3:48 pm IST)