Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બોટાદના નાગલપુરના શખ્સને સગીરાના બળાત્કાર કેસમાં આજીવન કારાવાસ

ભાવનગરના સ્પે.જજ એમ.જે. પરાશરે સરકારી વકિલ ખંભાળીયાની દલીલો, આધાર,પુરાવા ગ્રાહય રાખી આરોપીને સજા ફટકારી

ભાવનગર તા ૦૧ : દોઢેક વર્ષે પૂર્વે બોટાદના નાગલપુર ગામમાં રહેતા એક શખ્સે ૧૧ વર્ષિય સગીરાને લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી માઢીયા ગામે શિતળામાંની ડેરી પાસે લઇ જઇ સગીરાની ઇચ્છા અને સંમતિ વિરૂધ્ધ બળાત્કાર કર્યાની જે તે સમયે સગીરનાની માતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલી. ફરીયાદના આધારે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે.જજ અને ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાશરજીની અદાલતમાં ચાલી જતા અદાલત ેસરકારી વકિલ બી.જે. ખાંભલીયાની દલીલો, આધાર, પુરાવા,સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ આરોપી સામેનો ગુનો સાબીત માની ઇપીકો કલમ ૩૭૬(ર) મુજબનો ગુનો સાબીત માની આરોપીને આજીવન કારાવાસની સજા અદાલતે ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બોટાદના નાગલપુર ગામે રહેતા અપરણીત ટ્રક ચાલક ગગજી ઉર્ફે કપુર ભગવાનભાઇ જોગરાણ ભરવાડ (ઉ.વ.૩૨) નામના શખ્સે ગત તા. ૨૬-૩-૨૦૧૭ ના રોજ રાત્રીના આશરે ૮.૩૦ કલાકે મઢીયા ખાતેથી ફરીયાદીની પુત્રી-ભોગ બનનારા (ઉ.વ.૧૧) ને તેણી સગીર વયની હોવાનું જાણવા છતા સગીરાને લલચાવી, ફોસલાવી બરદકામ કરવાના ઇરાદે તેના કાનુની વાલીપણામાંથી અપહરણ કરી માઢીયા ગામે શિતળામાંની ડેરી પાસે લઇ જઇ તેણીની સંમતિ અને ઇચ્છા વિરુધ્ધ બળાત્કાર કરેલ. જે તે સમયે આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી જોગરાણા સામે ઇપીકો કલમ ૩૬૩,૩૭૬ તથા પોકસો એકટ-૨૦૧૨ ની કલમ ૪-૬ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગેનો કેસ અદાલતમાં શનિવારે ભાવનગરના સ્પે.જજ અને ત્રીજા એડીશ્ નલ સેસન્સ જજ એમ.ને પરાશરજીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જેે. ખાંભલીયાની દલીલો, મોૈખિક પુરાવા-૧૯, લેખીત પુરાવા-૩૮, વિગેરે ધ્યાને લઇ આરોપી ગગજી ઉર્ફે કપુર ભગવાનભાઇ જોગરાણા સામેનો ઇપીકો કલમ ૩૬૩ મુજબનો ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી પ વર્ષની કેદની સજા અને રોકડા રૂ.૨૦૦૦ દંડ, ઇપીકો કલમ ૩૭૬(ર) મુજબનો ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કરારવાસની સજા અને  રોકડા રૂ.૧૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. જયારે દંડની રકમ વૃુલ આવે તેમાંથી ભોગ બનનારને રૂ.૧૦ હજારનો વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યોહતો. (૩.૩)

(12:24 pm IST)