Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બગસરા નગર પાલિકા દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક ડેની ઉજવણી

દેશ અને દુનિયા માં ભારતની સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી એક ઈતિહાસ રચેલ એ શુભ દિને બગસરા નગરપાલિકા દ્વારા મામલતદારશ્રી તલાટ સાહેબના અધ્યક્ષ સ્થાને અને કાર્યક્રમના ઉદધાટક અશ્વીનભાઈ ડોડીઆની ઉપસ્થિતિમાં સર્જીકલ સ્ટ્રાઈક ડેની ઉજવણી અત્રેની મેઘાણી હાઈસ્કુલ ખાતે એન.સી.સી.,નેવી સહીતના કેડેડોએ પરેડ સાથે સલામી આપી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણી સાથે બગસરા પંથકના સેનામાં માન કરવામાં આવેલ આ સાથે સેના માં નિવૃત થનાર ફોજીને પણ સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન બઢીયા,ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડીઆ,પૂર્વ પ્રમુખ એ.વી.રીબડીયા,હરેશભાઈ પટોળીયા,રેખાબેન પરમાર,જીતેન્દ્રભાઈ બોરીચા,અલ્પેશભાઈ ગોહિલ,મહેશભાઈ બોરીચા સહીતના આગેવાનો ઉપસ્થિત રહેલ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન શ્રી શેખવાએ કરેલ જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમારે કરેલ.(૨૨.૩)

(12:21 pm IST)