Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જુનાગઢ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

સાંસ્કૃતિક તેમજ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન

જુનાગઢ, તા. ૧ : સ્ત્રી-નિકેતન સંસ્થાને પચાસ વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગ રૂપે  અમૃત મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પચાસ વર્ષ બાદ તારીખ પ્રમાણે આપણો મહિનાનો પહેલો જ શનિવાર આવતો હોય તે આપણા માટે ખુશી ની વાત છે.

ઉજવણીના કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે  અમદાવાદનાશ્રી લીલાબેન પટેલ દ્વારા સ્ત્રી નિકેતન સંસ્થા ની સ્થાપના કરવામા આવી હતી તે માનવતાના ઉદેશ્યને જાળવી રાખીને જરૂરિયાત મંદ બહેનો ને પગભર ઊભા રહી ને પરિવાર નુ ભરણપોષણ કરી ને સમાજ મા સ્વમાન ભેર જીવી શકે તે માટે સંસ્થા તથા લેઉવા પટેલ સમાજ ના અગ્રણી શ્રી હસમુખભાઈ વદ્યાસિયા ના સહયોગ થી સાત બહેનો ને સિલાઈ મશીન આપવામાં આવશે.

પચાસ વર્ષથી જેઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે તેવા માનનીય ચેરપર્સનશ્રીપદ્માબેન શાસ્ત્રીનુ તેઓના અમૂલ્ય યોગદાન બદલ સન્માન કરવામાં આવશે.

આ સાથે બધા જ સભ્ય બહેનો આનંદ માણી શકે તેવા મનોરંજન સભર વિવિધ સાન્સ્ક્રુતિક કાર્યક્રમો શ્રી રશ્મિબેન વિઠ્ઠલાણી દ્વારા આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ વાઈસ ચેરપર્સન શ્રી મીનાબેન ચગ તથા સલાહકાર શ્રી તરુબેન ગઢિયાના માર્ગદર્શન હેઠળ યોજવામા આવશે.

રજત જયંતિ ઉજવણીમા  સહભાગી બનવા  સર્વે બહેનોને સ્ત્રીનિકેતનસંસ્થા વતી ભુતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે પ વાગ્યે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

વિશેષ સંસ્થા દ્વારા તા.૧૦-૧૦-૧૮ શનિવાર પ્રથમ નોરતે સંસ્થાના સભ્ય બહેનો માટે  આવો ગરબે દ્યુમીયે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાંઆવેલ છે તેમ પ્રમુખ ચેતા પંડયા અને મંત્રી અનિલાબેન મોદી એ જણાવ્યું છે.(૯.૧)

(12:00 pm IST)