Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જુનાગઢ જેલમાંથી છુટેલા શખ્સને તેડવા આવેલા ૧૬ શખ્સો હથીયાર સાથે ઝડપાયા

ભાવનગરના ઇસમો સામે હથીયારબંધીની કાર્યવાહી

જુનાગઢ, તા., ૧: જુનાગઢ જેલમાંથી છુટેલા શખ્સને તેડવા આવેલા ભાવનગરનાં ૧૬ શખ્સોને પોલીસે હથીયાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢ જેલમાં ત્રિપલ મર્ડરની સજા કાપી છુટેલા શખ્સને તેડવા માટે ભાવનગરનાં શખ્સો આવેલ.પરંતુ પોલીસે આ ઇસમોની કારની તલાશી લેતા તેમાંથી છરી, પાઇપ અને ફરસી જેવા તિક્ષ્ણ હથીયારો મળી આવ્યા હતા.આથી પોલીસે એજાજ અબ્દુલ શેખ, હસનામ અલી આરબ, હનીફ મુસા અગવાન વગેરે ૧૬ શખ્સોની ધરપકડ કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:01 pm IST)