Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જામનગરમાંથી પ૦ લાખના પ કિલો ચરસ સાથે પુનાના અરૂણ માંજરેની ધરપકડ

જામનગર, તા. ૧ : જામનગરમાંથી પુનાનો શખ્સ પ૦ લાખના પ કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયો છે.

એન.સી.બી.ના ડાયરેકટ હરીઓમ ગાંધી તથા જામનગરના જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંધલની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેરમાં એન.ડી.પી.એસ.ની વોચમાં હતાં.

દરમ્યાન એન.સી.બી.ના ઓફીસર શ્રી સુનિલ તથા તેની ટીમ તેમજ એલ.સી.બી.ના પો.સ.ઇ. વી.વી. વાગડીયા તથા તેની ટીમ સાથે સાત સર્કલથી સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં વોચ હતાં ત્યારે સુભાષ શાકમાર્કેટ પાસે આરોપી અરૂણ માંજરે રહે. પુના મહારાષ્ટ્રવાળાને પ કિ.ગ્રા. ચરસ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. પ૦ લાખના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂદ્ધ એન.ડી.એસ. દ્વારા કાયદેસરની કાર્યવાહી થવા એન.સી.બી.નાઓ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ આગળ તપાસ એન.સી.બી. દ્વારા કરવામાં આવે છે. આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ. ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. વી.વી. વાગડીયા તથા એલ.સી.બી. સ્ટાફના બસીરભાઇ મણેક, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. (૮.૧૩)

 

(4:01 pm IST)
  • જુલાઇમાં જીએસટી કલેકશન ૯૩૦ અબજ રૃા.થયેલ છે જે જુનમાં ૯૬૪ અબજ રૂ.હતું. access_time 9:59 pm IST

  • ગુજરાતના હુલ્લડોને લગતા કેસો હવે દેશની સર્વોચ્ચ અદાલત મોનીટરીંગ નહિ કરેઃ ૧૫ વર્ષ અગાઉ આ અંગે નેશનલ હ્યુમન રાઇટ્સ કમીશને કરેલ અરજી સુપ્રીમે ફાઇલ કરી છે access_time 10:02 pm IST

  • દેશના પૂર્વ નેશનલ સીકયુરીટી વડા શીવ શંકરમેનને કહ્યું છે કે મોદી સરકાર જો ફ્રાન્સ સાથેના રાફેલ વિમાન સોદાની વિગતો જાહેર નહિ કરે તો દોષિત દર્શાશે access_time 10:04 pm IST