Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોરબીની ઓઇલ મીલ અને બે પેઢીમાં ૬૭ લાખનો તેલનો જથ્થો સીઝ

બહુચર ટ્રેડીંગ - ધવલ એન્ટરપ્રાઇઝ અને ધવલ ઓઇલ મીલમાં પુરવઠાના દરોડા : તેલના નમૂનાઓ લેવાયા

મોરબી તા. ૧ : તહેવારો પૂર્વે મોરબી જીલ્લા કલેકટરના આદેશ બાદ જીલ્લાના પુરવઠા તંત્રએ તેલિયા રાજાઓ પર તબાહી બોલાવી હતી અને બે પેઢીઓમાં કરેલી તપાસ બાદ ઓઈલ મિલ પર દરોડો કરીને ૬૭ લાખનો તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તો બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ટીમે તેલના નમૂનાઓ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છેઙ્ગ

મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયા દ્વારા ખાદ્યતેલનો વેપાર અને પેકીંગ કરતા વેપારીઓ અને ઉત્પાદકોને ત્યાં ચેકીંગ કરવાનો આદેશ આપ્યા બાદ જિલ્લા પુરવઠા તંત્ર અને મોરબી મામલતદારની ટીમે ચેકિંગ કાર્યવાહી કરી હતી જેમાં મોરબીના નવાડેલા રોડ પર આવેલા બહુચર ટ્રેડિંગ નામની પેઢીમાં તપાસણી કરતા શંકાસ્પદ જણાતા ધવલ બ્રાન્ડ આર.બી.ડી. પામતેલના ૪૧ ડબ્બા સિઝ કરવામાં આવ્યા હતા. જયારે ગાંધીચોકમાં આવેલ દ્વારકાદાસ અવચરની ધવલ એન્ટરપ્રાઇઝમાં રેડ કરી પામતેલના ૧૭ ડબ્બા સિઝ કરવામાં આવ્યા હતા.

જે પેઢીઓમાંથી મળેલા તેલના જથ્થાને પગલે મોરબીના શકત સનાળામાં રાજપર રોડ પર આવેલ ધવલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તંત્રએ દરોડો કર્યો હતો અને પુરવઠા વિભાગ દ્વારા ઓઇલ મિલમાં રહેલા જુદા–ઙ્ગજુદા ખાદ્યતેલનો ૬૭ લાખથી વધુનો જથ્થો સિઝ કરવા હુકમ કર્યો હતો.ધવલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જીલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ અને નયનાબેન રાવલ મામલતદાર મોરબીએ પામતેલ ૪૨૯૯૫ કિલોગ્રામ કિ.૨૭,૯૪,૬૭૫, ઙ્ગકપાસિયા તેલ ૭૫૦ કિલો કિ. ૫૬,૭૯૩,ઙ્ગ સોયબીન તેલ ૧૮૨૫૭ કિલો કિ.૧૨,૪૭,૩૦૪,ઙ્ગસનફલાવર તેલ કિલો ૨૩૩૮૦ કિ.રૂ.૧૭,૫૭,૫૫૨,ઙ્ગમકાઈ તેલ ૯૫૧૫ કિલોગ્રામ,ઙ્ગકિ.૬,૬૬,૧૦૨ અને સીંગતેલ ૨૬૯૪ કિલોગ્રામ કિ.૨,૨૬,૩૭૫ સિઝ કરી આવશ્યક ધારો ૧૯૭૭ હેઠળ ધવલ ઓઇલ મિલના સંચાલક સમીર દ્વારકાદાસ ચતવાણીના ગોડાઉનમાં પડેલ તમામ જથ્થો સિઝ કરી યથાવત સ્થિતિ ઝાળવી રાખવા હુકમ કર્યો હતો. તો ગુરુવારે પુરવઠા વિભાગના દરોડા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મેદાનમાં આવ્યું હતું અને સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતીઙ્ગ

ગુરુવારે ઓઈલમિલમાં રહેલો જથ્થો પુરવઠાની ટીમે સીઝ કર્યા બાદ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વિભાગની ટીમ મેદાને આવી હતી અને પુરવઠા ટીમે સીઝ કરેલો જથ્થો નાયબ મામલતદાર દીપિકા પાલાએ સીલ તોડ્યું હતું અને ફૂડ વિભાગના જી આર નંદા સહિતની ટીમે તમામ પ્રકારના તેલના સેમ્પલ લીધા હતા અને ઉપર ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા છે તેમજ સેમ્પલના રીપોર્ટ આવ્યા બાદ ભેળસેળ કે અન્ય કોઈ બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

(3:59 pm IST)