Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

લોધીકાનાં ખીરસરામાં બોળચોથ નિમિતે ગાયમાતાનું પૂજન

 ખીરસરા : શ્રાવણ માસ એટલે ધાર્મિક તહેવારોનો મહિનો મહાદેવની પુજા અર્ચના આરાધનાનો મહિનો અને શ્રાવણ વદ-૪ એટલે બોળચોથનો પવિત્ર તહેવાર આ દિવસે પરણીત મહિલાઓ વહેલી સવારે ઉઠી વાછરડાવાળી ગાય માતાને ચાંદલા કરી બાજરાની ઘુંઘરી ખવડાવી પછી સાંજે ગાયનુ ધણ આવે ત્યારે સવારે ચાંદના કરેલ ગાય માતાને ગામની તમામ મહિલાઓ ગામના ચોકમાં ગાય-વાછરડાનું પૂજન કરવાનો મહિમા છે. તે પૂજન ભાવભેર કરવામાં આવેલ મેટોડા ગામની મહિલાઓ ગાય-વાછરડાનુ પૂજન કરી જોવા મળે છે. ત્યારબાદ ભોજનમાં ખાડયા વિનાનું અનાજ અને છરીથી કાપ્યા વિનાનું ભોજન લેવામાં આવે છે. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ ખીરસરા) (પ-૧૮)

 

(12:21 pm IST)