Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જામનગરઃ વોર્ડ નં.૧માં સીસી રોડનું ખાતમુહુર્ત

જામનગરઃ જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા) દ્વારા સતત વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નં.૧ના એક ડે એક બાપુ વિસ્તાર, ગુલઝારે હુશેની ચોકમાં પણ રસ્તાની સુવિધા ન હોય ત્યારે આ વિસ્તારના રહેવાસીઓના રસ્તાના પ્રશ્નને લઇને ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા લોક ભાગીદારીનો અભિગમ હાથ ધરાયો એક ડે એક બાપુ વિસ્તારમા લોક ભાગીદારી અંતર્ગત રૂ. ૩.૨૧ લાખના ખર્ચે સી.સી.ોકનુ નિમાર્ણ હાથ ધરાયુ હતું. ખાતમુર્હુત કરતા ધારાસભ્ય હકુભા જાડેજાએ જણાવ્યુ હતું કે શહેરીજનોને રોડ, પાણી, લાઇટ અને સફાઇ મળી રહે એ પ્રાથીમક ફરજ છે. ખાતમુર્હુત પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા), મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, સ્ે.ચેરમેનશ્રી સુભાષભાઇ જોષી, કોર્પોરેટર હુશેનાબેન સંઘાર, અનવરભાઇ સંઘાર, સૈયદ હસનબાપુ કાદરબાપુ સિરાઝી, અલીબાપુ, અલ્લારખાભાઇ, સિદીકભાઇ ગંઢાર, હનીફભાઇ પાનવાલા, નુરાભાઇ નોતીયાર, જેન્તીભાઇ પ્રજાપતિ, ઘનશ્યામસિંહ જાડેજા, જાની વિનય અને દિનેશભાઇ માલધારી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગતી તસ્વીર.(૧૧.૬)

(12:18 pm IST)