Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજ માટે ચોૈવિહાર હાઉસનું પ્રથમ સાત દિવસ સતત સ્થાનકવાસી જૈન સંકલ સંઘનુંસ્વામિવાત્સલ્ય સંઘ જમણનું અનેરૂ આયોજન

મોરબી તા ૦૧ : મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ છેલ્લા છ વર્ષથી જૈન સમાજમાં પ્રેરણાદાયક કાર્યો કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યુ છે. મોરબીના ઇતીહાસમાં સોૈ પ્રથમ વખત પર્યુષણ પર્વ-૨૦૧૮ દરમયાન (પર્યુષણના પ્રથમ સાત દિવસ તા. ૬ ગુરૂવારથી તા. ૧૨ બુધવાર સુધી મોરબીના સમસ્ત જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ માટે ચોૈવિહાર હાઉસનું આયોજન કરેલ છે.

મોરબીના સમસ્ત સ્થાનકવાસી જૈન સકલ સંઘ માટે પર્યુષણના પ્રથમ સાતેય દિવસ મંડળ દ્વારા મુખ્યદાતા શાંતાબેન અમૃતલાલ દોશી (ટંકારાવાળા), ડો કુસુમબેનઅમૃતલાલ દોશી તથા વર્ષાબેન હિરેનભાઇ દોશી તેમજ મોરબીના સ્થા. જૈન શ્રાવક-શ્રાવિકાઓના સહયોગથી સ્વામિવાત્સલ્ય સંઘજમણનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જૈનોની ઓળખ એ જ 'અહિંસા પરમો ધર્મ' એ સુત્રને અનુસરીને ઘરે-ઘરે સળગતા ગેસ-ચુલ્હાથી મૃત્યુ પામતા અસંખ્ય જીવોને જીવતદાન એટલે કે અભયદાન મળી રહે તેવા ઉમદા હેતુથી તથા અન્ય લોકો પણ નિર્દોષ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ ભાવે તેવું પ્રેરણાદાયક કાર્ય કરવામા  આવી રહ્યુ છે.

સ્થા. જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ દરમ્યાન એકજ ભોજનશાળાએ જૈન સમાજના લોકો સાથે મળી ભોજન કરે જેથી એક બીજા પ્રત્યે પ્રેમ અને સદ્ભાવના તથા ભાઇચારાની લાગણી જન્મે તથા ઓળખ બની રહે તથા ઘરે-ઘરે રસોઇ કરવા જેવા મુખ્યકાર્યમાં રાહત મળતા બહેનોમાં પણ તપશ્ચર્યાનું પ્રમાણ વધે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

આ મંડળ દ્વારા દરવર્ષે પર્યુષણ પછી ભવ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવે છે. મંડળની મુખ્ય પ્રવૃતિ મોરબી આસપાસ ૩૦ કિ.મી. એરીયામાં વિહાર કરતા જૈન સાધુ સાધ્વીજીઓની વૈયાવચ્ય નું કાર્ય ૩૬૫ દિવસ ગોૈચરી પાણી (જમવા), મેડીકલ સારવાર, દવા,વ્હીલચેર, મોજા ખપની નાની મોટી જરૂરી ચીજવસ્તુઓ વહોરાવવા, પહોંચાડવા વગેરે કાર્યો ઉપરાંત વિદ્યાર્ર્થીઓને ફુલસ્કેપ નોટબુક વિતરણ, શીયાળાની સીઝનમાં ડ્રાયફ્રુટ અડદીયા રાહતભાવે વિતરણ કરવામાં આવેે છે.

પર્યુષણના પ્રથમ સાતેય દિવસ દરરોજ અવનવી શુધ્ધ સાત્વીક અને સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા કરવામાં આવેેલ છે. જેમાં કોઇપણ જાતના લીલોતરી શાકભાજીનો ઉપયોગ નહી કરવામાં આવે, મોરબીના સમસ્ત જૈન સમાજના ભાઇઓ-બહેનોએ ચોૈવિહારનો લાભ લેવા વિગતવાર સુચનો જૈન ઉપાશ્રય તથા દેરાસરમાં બોર્ડ મુકવામાં આવેલ છે. જે માટેના પ્રવેશ પાસ આગલા દિવસે જે તે સ્થળેથી આપવામાં આવશે. દરેક ભાઇઓ-બહેનોએ તેમનાપરિવારના ચોૈવિહાર કરવા ઇચ્છતા સભ્યોના પાસ આગલા દિવસે અચુક મેળવી લેવાના રહેશે, પાસ મેળવવા નું સ્થળઃ સોની બજાર જૈન ઉપાશ્રય તથા પ્લોટ પોૈષધ શાળા અને દરબારગઢ જૈન દેરાસર તથા શકિત પ્લોટ જૈન દેરાસરથી સમય  સવારે ૧૦ થી ૧૨ તથા બપોરે ૩ થી ૫ દરમ્યાન (તા. ૫ થી ૧૧ સુધી) આપવામાં આવશે. ચોૈવિહારનો સમય ફિકસ સાંજે ૫-૧૫ થી ૬-૧૫ સુધી જ રાખવામાં આવેલ છે. ફકત સમસ્ત જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ માટે જ છેે , પાસદીઠ માત્ર એકજ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે. ચોૈવિહારના પચ્ચક્ખાણ લેવા ફરજીયાત છે. તેમજ બપોર સુધીના સંઘજમણના પાસ પણ સોની બજાર ઉપાાશ્રય તથા પ્લોટ પોષધશાળાએથી મેળવી લેવાના રહેશે. ભછજન સ્થળઃ દશશશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર શોડ, બેંક ઓફ બરોડા સામે મોરબી (ડલ. સંઘવીનાદવાદાના વાળી શેરીમાંથી પ્રવેશ રાખવામાં આવેલ છે.)

મોરબીમાં પર્યુષણની અનેરી ઉજવણી કરવા મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા પ્રથમવાર કરવામાં આવી રહેલ આયોજનને સફળ બનાવવા યુવકમંડળની ટીમના પ્રમુખ મનોજભાઇ દેસાઇ, રાજુભાઇ ગાંધી,વિપુલભાઇ દોશી, જયભાઇ મહેતા, પુર્વ પ્રમુખ સુનીલભાઇ ખોખાણી, જીતુભાઇ સંઘવી, સમીરભાઇ મહેતા, અનીલભાઇ દોશી, અશોકભાઇ મહેતા, જીતેશભાઇ દફતરી, કિશોરભાઇમહેતા તથા મુકેશભાઇ ઝાટકીયા વગેરે યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે તથા જૈન ભાઇઓ-બહેનો ધર્મ ધ્યાન, સાઘૂ-સાધ્વીજીઓના દર્શન વ્યાખ્યાનનો લાભ લેવા જણાવેલ છે તથા વધુને વધુ તપશ્ચર્યા કરી યુવક મંડળના આ પ્રયાસને સફળ બનાવવા અનુરોધ એક યાદીમાં કરેલ છે.

સુરેન્દ્રનગર, તા.૧: આપણી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ તેમ ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ખાતે ધ્રાંગધ્રા તાલુકાકક્ષાના વન મહોત્સવ નિમિત્તે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું. અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ આપણે આપણા સંતાનો માટે જો કોઇ સાચો અને સારો વારસો આપવો હોય તો તે માત્ર અને માત્ર વૃક્ષો જ છે. માટે રાજય સરકારના વન મહોત્સવના કાર્યક્રમમાં સમાજના દરેક નાગરિકોએ સહભાગી બની પર્યાવરણનું જતન કરવું આપણા દરેકની ફરજ બને છે તેમ વધુમાં ઉમેર્યું હતું. કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવલગઢ ખાતે આવેલ રામાપીર મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી પ્રજ્ઞાબેન મોણપરા, વન વિભાગના અધિકારી- કર્મચારીઓ, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં. (૨૩.૪)

 

(12:17 pm IST)