Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઉનામાં મીઠાઇ-ફરસાણ વ્યાજબી ભાવે વેચવા મામલતદાર સાથે વેપારીઓ સંમત

ઉના તા.૧: સાતમ-આઠમના તહેવાર નિમિતે મીઠાઇ-ફરસાણનું રાહતભાવે વેચાણ કરવા મામલતદારશ્રીના સુચનને વેપારીઓએ સ્વીકાર્યું છે.

મામલતદાર કચેરી દ્વારા પુરવઠા વિભાગ દ્વારા શહેરમાં ફરસાણના અને મીઠાઇના વેપારીઓની એક મીટીંગ બોલાવી આગામી સાતમ-આઠમનાં તહેવારોમાં મધ્યમ વર્ગના અને ગરીબ લોકો પણ ફરસાણ મીઠાઇ ખરીદી ઉજવી શકે તે માટે ભાવમાં ઘટાડો કરવા સુચન કરતા તા.૧ થી ૩ સુધી ગાંઠીયા તથા તમામ ફરસાણ ૧૩૦ના કિલો, મીઠી બુંદી ૧૦૦ કિલો તથા જલેબી રૂ. ૧૨૦ના કિલો તથા અન્ય માવાની મીઠાઇ, દૂધની મીઠાઇ કિફાયતી ભાવે વેચવા વેપારીને મામલતદારે હુકમ કરતા વેપારીઓ સહમત થયા હતા.(૧.૭)

(12:16 pm IST)