Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઉપલેટાનાં કેરાળાની સીમમાં અને ખાખીજાળીયામાં જૂગાર રમતા ૧૧ ઝડપાયા

ઉપલેટા તા. ૧ :.. તાલુકાના કેરાળા ગામની સીમા ભનુ વામરોટીયાની વાડીના શેઢે જૂગાર રમતો હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસે રેડ કરતા ૩ ને રૂ. ૪,૮૯૦ ના રોકડા સાથે ધરપકડ કરેલ છે. જેમાં ભનુ ભોજા વામરોટીયા, લખમણ નારાણ વામરોટીયા લખમણ મેપા વામરોટીયા  નો સમાવેશ થાય છે. વધુ તપાસ જયેશભાઇ રાજપરાએ હાથ ધરેલ છે.

તાલુકાના ખાખીજાળીયા ગામે ખોડીયાર પાન પાસે જૂગાર રમતો હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસે રેડ કરતા ૮ ને રૂ. ૧૧૩ર૦ ના રોકડા સાથે ધરપકડ કરેલ છે. જેમાં જગદીશ શીવા બારૈયા, અશ્વિન હમીર આહીર, મહેશ રામ આહીર, વિરમ ગોવિંદ આહીર, રાજૂ ભીખુ આહીર, દિલીપ ભીખુ સુવા, કારા સરમણ સુવા, નગા રામશી સુવાનો સમાવેશ થાય છે. વધુ તપાસ જયેશભાઇ રાજપરાએ હાથ ધરેલ છે. (પ-૧૮)

 

(12:09 pm IST)