Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જેતપુરમાં સાંજે સીટી કાઉન્સીલ દ્વારા છ દિવસીય લોકમેળાનો પ્રારંભ

નવાગઢ, તા. ૧ : જેતપુર પંથકમાં સેવાકીય ક્ષેત્રે દમદાર કામગીરી કરતી સીટી કાઉન્સીલ ઓફ જેતપુર- નામક સ્થાનિક સંસ્થા દ્વારા આગામી તા. ૧ થી ૬ એમ છ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું ધમાકેદાર આયોજન હાથ ધરાશે.

જયંતીભાઇ રામોલીયા, વસંતભાઇ પટેલ, પ્રવિણભાઇ ગજેરા, અરવિંદભાઇ વોરા, દીનેશભાઇ માલવીયાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રમુખ રજનીભાઇ દોંગાની સીધી દેખરેખ તળે પ્રો. ચેરમેન પ્રવિણભાઇ નંદાણીયા દ્વારા આ લોકમેળો જેતપુર પંથકની જનતાના માનસ પર ઉપર અંકીત થાય જેવી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી ચૂકયા છે.

બસ સ્ટેન્ડ સામે આવેલ વિશાળ જીમખાના મેદાનમાં તા. ૧ ને શનિવારે સાંજે ૬ કલાકે રાજયના યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા આ છ દિવસીય લોકમેળાને વિધીવત રીતે ખુલ્લો મૂકશે ને બાદમાં તાકવર કિશાન નેતા ને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં યોજાઇ સમારોહને જેમાં ખાસ આશિવચન પાઠવવા અંગેની મોટા હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી પ્રીયકરાયજી મહોદય વચનામૃત આપશે. આ પ્રસંના સાક્ષી બનવા જેતપુર પંથકના ભાજપાના સર્વેવર્ણ રાજુભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રીમતિ જશુબેન કોરાટ, નગર અધ્યક્ષતા શ્રીમતિ કુસુમબેન સખરેલીયા, વેપારી મહાજનના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, સહીતના ઉપસ્થિત રહેશે.

છ દિવસીય આ લોકમેળામાં દરરોજ રાત્રે જાગૃતિબે એન્ડ અનીલ લાખાણી પ્રેજન્ટર્સ મ્યુઝમ્યુઝીક મસ્તી સમા સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના કલાકારો પોતાની કલા પીરસી લોકોને હીલોડે ચવાવશે. જયારે આ લોકમેળામાં ખાણી-પીણી , અબાલ વૃદ્ધ સૌને મોજ આવી જાય તેવી અવનવી રાઇટસોડને પ્યારેલાલ ગધેડા, મોતનો કુવો, જન આકર્ષણ બની રહેશે. આ છ દિવસીય મેગા પ્રોજેકટને સેન્ટર રીતે પાર પાડવા સંસ્થાના યોગેશ સીંગાળા, ચંદ્રેશ ધડુક, મનીષ પંડયા, વિનુ સીદ્ધપરા, અમીન ટાંક, મનીષ કરેડ, રાજુ રૈયાણી કૈલાષ વૈષ્ણવ, રવજી ભેસાણીયા, વજુ વેકરીયા, રાકશે ઠુમ્મર, રતીલાલ ખાચરીયા, હેંમત ઢોલરીયા, ધીરૂભાઇ હીરપરા, સંજય વઘાસીયા, વજુભાઇ પાદરીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ યાદી સંસ્થાના સેક્રેટરી મનહર વ્યાસે આપી હતી. (૮.પ)

(12:08 pm IST)