Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

પોરબંદર સાંદીપનિમાં પૂ. ભાઇશ્રીના ૬૧મા જન્મોત્સવની ઉજવણી : દીર્ધાયુ માટે પૂજન વિધિ અને વૃક્ષારોપણ

પોરબંદર, તા. ૧ : સંસ્કૃતિ પુરૂષ, પરમ ભાગવત, ભાગવત ભૂષણ, સાંદીપનિ વિદ્યાનિકેતનના કુલપિતા પરમ પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનો ૬રમો જન્મોત્સવ સાંદીપનિમાં ઉજવવામાં આવ્યો હતો.

પૂજય ભાઇશ્રીના જન્મોત્સવ નિમિતે શ્રી હરિ મંદિરમાં તેમની દીર્ધાયુ, જીવછનની કામના હેતુ વર્ધાપન પૂજન વિધિ કરવામાં આવી. સાથે સાથે સાંદપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં જન્મોત્સવ નિમિતે સાંદીપનિ ઋષિકુળ અને ગુરૂકુળના અધ્યાપકો તથા ઋષિકુમારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

સાંદીપનિ સભાગૃહમાં પૂજય ભાઇશ્રીના જન્મોત્સવ પ્રસંગે પૂજય ભાઇશ્રીના ૬૧ વર્ષ પૂર્ણ થયેલા હોવાથી ટ્રસ્ટીશ્રીઓ, સાંદીપનિ ઋષિકુળ તથા ગુરૂકુળના અધ્યાપકો તથા ઋષિકુમારો દ્વારા ૬૧ દિવડાઓ પ્રગટાવીને તેઓના દિવ્ય અને નિરામય જીવન માટે મંત્રોચ્ચાર પૂર્વક પ્રાર્થના કરવામાં આવી.

સાંદીપનિ ઋષિકુળમાં છેલ્લા ૩પ વર્ષથી સમર્પિત સનિષ્ઠ સેવક તરીકે સેવા આપનારા શ્રી હરિપ્રસાદ બોબડેએ પૂજય ભાઇશ્રીના પ્રત્યે ભાવ વ્યકત કરતા કહ્યું હતું કે પૂજય ભાઇશ્રીએ બતાવેલ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઇએ. સાંદીપનિના ગુ કૂળના પ્રીન્સીપાલ શ્રી નાયરે  ભાવ જણાવતા કહ્યું કે ૬૧ આ અંકમાં અંગ્રેજીનો ૬ એ જ મધરહુડ વર્ડ છે જેની આકૃતિ એક મા પોતાના દિકરાને ઓળામાં બેસાડીને પ્રેમ આપતી હોય તેવી છે. તો પૂજય ભાઇશ્રી પણ આપણને સૌને પ્રેમ આપતા રહે એ રીતે તેમનું દીર્ધાયુની કામના કરીએ. સાંદીપનિના બાબડેશ્વર સંકસૃત મહાવિદ્યાલયના પ્રીન્સીપાલ બીપીનભાઇ જોષીએ વિચારો વ્યકત કરતા કહ્યું કે જયારે સંસ્કૃતિ નિરાશ થઇને ઇશ્વરના શરણે જાય તો હું કોના શરણે જાઉ ? મારૃં રક્ષક કોણ ત્યારે ઇશ્વર એમ કહે નિરાશ થવાની જરૂર નથી. પૂજય ભાઇશ્રી આ ધરાતલ પર છે એમ કહી દીર્ધાયુ અને નિરામય જીવનની કામના વ્યકત કરી હતી.

સાંદીપનિ ઋષિકુળના ઋષિકુમારો વતી શાસ્ત્રીકથાના વિદ્યાર્થીએ સંસ્કૃત ભાષામાં પૂજય ભાઇશ્રીના દિવ્ય, નિરામય અને સુખમય જીવન માટે કામના વ્યકત કરતા મંત્રોચ્ચાર કરાવ્યા હતા. તેમજ પૂજય ભાઇશ્રીની છબી પર પુષ્પ વર્ષા કરી હતી.

સાંદીપનિ ઋષિકુમારો દ્વારા નિર્મિત પૂજયભાઇશ્રીને ભેટ અર્પણ કરતા સંસ્કૃત સ્તોત્રનું ગાન સ્લાઇડ શો દ્વારા રજૂ કર્યું અને સાંદીપનિ ગુકુળની છાત્રાઓએ ભારત નાટયમ રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં સાંદીપનિના સર્વે ટ્રસ્ટીઓ, ઋષિકુળ અને ગુરૂકુળનો સમગ્ર સ્ટાફ, અતિથિઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસિથત રહ્યા હતાં. (૮.૮)

(12:06 pm IST)