Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વાંકાનેરમાં કાલથી પાંચ દિવસના મેળાની મજા માણશે નગરજનો

શિતળા માતાજીના સાનિધ્યમાં અને દસમ-અગીયારસ શ્રી નાગાબાવાજીના સાનિધ્યાં મેળો

વાંકાનેર તા. ૧ :.. સંત ઓલીયાની ભૂમિ ઉપર કાલે તા. ર થી તા. ૬ પાંચ દિવસના લોકમેળાની વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના નગરજનો મોજ માણશે. પરમ પરાગત યોજાયા આ મેળા જેમાં સાતમ-આઠમ અને નોમ આમ ત્રણ દિવસનો મેળો વાંકાનેરના રાજ પેલેસ પાછળ આવેલ. લીલાછમ ડુંગરા ની વચ્ચે આવેલ શ્રી શીતળા માતાજી અને શ્રી ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાશે.

દસમ અને અગીયારસ આ બે દિવસનો મેળા રાજયગુરૂ શ્રી નાગાબાવાના સાનિધ્યમાં યોજાય છે. આ મેળામાં ફજત-ફારકા-ચકકરડી - રમકડા અને ખાણીપીણીના સ્ટોલ નાખી લોકો ધંધો કરે છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો શ્રી  શીતળા માતાજી, શ્રી ધોળેશ્વર મહાદેવ તથા રાજયગુરૂ શ્રી નાગાબાવાજીના દર્શન કરી મેળાની મજાન માણે છે. (પ-૧ર)

 

(12:04 pm IST)