Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જામ-કલ્યાણપુર ખાતે રાજ્ય સરકાર દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના”કાર્યક્રમની ઉજવણી

પ્રથમ દિવસે “જ્ઞાન શક્તિ દિવસ”ની જીલ્લા કક્ષાની ઉજવણી તેમજ વિધાર્થીઓને નમો ઈ ટેબ્લેટનુ વિતરણ તેમજ લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કાર્યક્રમ : યુવા મંત્રી જયેશ રાદડીયા અધ્યક્ષ સ્થાને

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:દેવભુમી દ્વારકા જીલ્લાના જામ-કલ્યાણપુર ખાતે રાજ્ય સરકાર દ્વારા “પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના”કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે “જ્ઞાન શક્તિ દિવસ”ની જીલ્લા કક્ષાની ઉજવણી તેમજ વિધાર્થીઓને નમો ઈ ટેબ્લેટનુ વિતરણ તેમજ લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કાર્યક્રમ યુવા મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યોહતો

આ સમયે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજ્ય સરકાર દ્વારા ઉજવાતા જ્ઞાનશક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલ  વિકાસ કાર્યોની યશગાથાને વિસ્તૃત માહિતી આપી  હતી
આ તપે દ્વારકા જિલ્લાના જિલ્લા કલેક્ટર સહિત પદાધિકારીઓ રાજકીય હોદ્દેદારો તેમજ શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ અને વિદ્યાર્થી બંધુક ઉપસ્થિત રહ્યા હતા

(5:15 pm IST)