Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ભાવનગરના જવાન શક્તિસિંહ ગોહીલ શહીદ : ભંડારિયા ગામના ગામના શહીદવીરનો નશ્વરદેહ રવિવારે ભાવનગર ખાતે લવાશે

કાલે તેમના દેહને વતનમાં જ અંતિમવિધિ કરાશે : સાંસદ શક્તિસિંહ ગોહિલએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું

.ભાવનગરઃ ભાવનગરના ભંડારિયા ગામના મૂળ રહેવાસી અને આસામમાં લશકરના જવાન તરીકે દેશની સેવા કરતાં અંતિમ શ્વાસ લેનાર ભંડારિયા ગામના યુવાનનો નશ્વરદેહ આવતીકાલે રવિવારે ભાવનગર ખાતે લાવવામાં આવશે. તે આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતા તેઓએ પ્રાણ ત્યજી દીધા હતા. તેઓ મૂળ ભંડારિયા ગામના વતની હોવાથી આવતીકાલે તેમના દેહને વતનમાં જ અંતિમવિધિ કરવામાં આવનાર છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ પરિવારના લોકો પણ એ પ્રમાણે આ અંતિમવિધિમાં જોડાશે.

ભાવનગરના ભંડારિયા ગામના સપૂત ગોહિલ શક્તિસિંહ ગજેદરસિંહ આર્મીમાં આસામ યુનિટ (Unit :656 EME BN, Loc: Lekhabali, Dist: Dhemaji, ASSAM. C/o 99 APO)માં હતા.

તેમના અચાનક થયેલા નિધનને પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે. તેમના વીરગતિના સંદેશ ગામમાં પહોંચતા જ ગામના લોકો પણ ગમગીન બન્યા છે. આ અંગે કોંગ્રેસના નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ઘણા દુઃખની વાત છે કે અરુણાચલમાં ફ્રંટ લાઈનમાં ડ્યૂટી કરતી વખતે તે શહીદ થઈ ગયા.હું રાજનાથ સિંહજીને વિનંતિ કરું છું કે વીર શહીદના પાર્થિવ દેહને ગુજરાતમાં તેમના ગામમાં ચાર્ટર્ડ ફ્લાઈટથી લાવવાની વ્યવસ્થા કરે

(11:54 pm IST)
  • કચ્છ રાપર વિસ્તારમાં ભૂકંપનો ઝટકો : 9:03 મિનિટ 2.9 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો: કેન્દ્રબિંદુ 25 કી.મી સાઉથ સાઉથ ઇસ્ટ ધોળાવીરા: આજના દિવસનો આ ચોથો આંચકો: રાત્રીથી સવાર સુધી કચ્છમાં 1 તીવ્રતા ની આસપાસના 3 આંચકા નોંધાઈ ચુક્યા છે access_time 11:07 am IST

  • રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન દ્ધારકાધિશના દશઁન કરી શિશ જુકાવી અને કોરોના માથી વિશ્ર્વ મુક્ત થાય તે માટે પ્રાથના કરી access_time 10:44 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં સૌથી વધુ 57,212 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 16,96,780 કેસ થયા :5,64,156 એક્ટિવ કેસ :કુલ 10.95,647 દર્દીઓ રિકવર થયા :વધુ 764 લોકોના મોત :મૃત્યુઆંક 36,551 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 10,320 કેસ : તામિલનાડુમાં 5864 કેસ :દિલ્હીમાં 1195 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10.167 કેસ: કર્ણાટકમાં નવા 5483 કેસ :ઉત્તર પ્રદેશમાં 4422 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2496 કેસ :બિહારમાં 2986 નવા કેસ, તેલંગાણામાં 1986 કેસ,રાજસ્થાનમાં 1147 કેસ અને આસામમાં 1862 નવા કેસ અને ઓરિસ્સામાં 1499 કેસ નોંધાયા access_time 12:46 am IST