Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જામનગર શહેરમાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ : 10 પુરુષ અને 5 મહિલાને કોરોના વળગ્યો

દિગ્વિજય પ્લોટ, નાગરપરા ,રાધેકૃષ્ણ પાર્ક, તાર મામદ સોસાયટી, નાગેશ્વર, સિદ્ધાર્થ કોલોની સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

જામનગર :જામનગર શહેરમાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ જાહેર થયા છે જેમાં  10 પુરુષ અને 5 મહિલાને કોરોના વળગ્યોછે જામનગરમાં  દિગ્વિજય પ્લોટ,નાગરપરા ,રાધે કૃષ્ણ પાર્ક ,તાર મામદ સોસાયટી,નાગેશ્વર,સિદ્ધાર્થ કોલોની સહિતના વિસ્તારોમાં  કોરોના કેસ નોંધાયા  છે

(9:01 pm IST)
  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં સૌથી વધુ 57,212 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 16,96,780 કેસ થયા :5,64,156 એક્ટિવ કેસ :કુલ 10.95,647 દર્દીઓ રિકવર થયા :વધુ 764 લોકોના મોત :મૃત્યુઆંક 36,551 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 10,320 કેસ : તામિલનાડુમાં 5864 કેસ :દિલ્હીમાં 1195 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10.167 કેસ: કર્ણાટકમાં નવા 5483 કેસ :ઉત્તર પ્રદેશમાં 4422 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2496 કેસ :બિહારમાં 2986 નવા કેસ, તેલંગાણામાં 1986 કેસ,રાજસ્થાનમાં 1147 કેસ અને આસામમાં 1862 નવા કેસ અને ઓરિસ્સામાં 1499 કેસ નોંધાયા access_time 12:46 am IST

  • રાજયસભાના સાંસદ અમરશીનું નિઃધન : છેલ્લા છ મહીનાથી બિમાર હતાઃ સીંગાપુરમાં ચાલી રહી હતી સારવારઃ સાંસદ અમરશી સમાજવાદી પાર્ટીના નેતા હતા. access_time 4:58 pm IST

  • રાજકોટમાં અ.. ધ..ધ..ધ..93 પોઝિટિવ કેસ આવ્યા : રાજકોટમાં 55 અને જિલ્લામાં 32 નવા કેસ જાહેર : 35 દર્દી ને રજા આપી દેવાઈ : હાલ 517 દર્દી ને સારવાર અપાઈ રહી છે access_time 8:31 pm IST