Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ગોંડલના પીપળીયા ગ્રામ પંચાયતના સરપંચ અને તત્કાલીન તલાટી કમ મંત્રી સામે સતાના દુરુપયોગનો ગુન્હો : ગેરરીતિ આચરી 12.47 લાખનું નુકશાન કરાવ્યું

ગોંડલના પીપળીયા ગ્રામ પંચાયતના સરપંચ  કાંતીભાઇ વલ્લભભાઇ ચોવટીયા,અને નીલેશભાઇ પ્રકાશભાઇ પુરાહીત, તત્કાલીન ત.ક.મંત્રીસામે સતાનો દુરુપયોગ કરીને ગેરરીરતી આચરી લાખોનું નુકશાન કરાવ્યા અંગે ગુન્હો દાખલ કરાયો છે 

સને ૨૦૧૧ થી સને ૨૦૧૫-૧૬ ના સમયગાળા દરમ્યાન ગોંડલ તાલુકાના પીપળીયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ કાન્તીભાઇ વલ્લભભાઇ ચોવટીયા તથા તત્કાલીન ત.ક.મ. નીલેશભાઇ પ્રકાશભાઇ પુરોહીત નાઓએ ગ્રામ પંચાયતના કુલ-૧૩ કામો પૈકી ૧૦-કામો માં ગુજરાત પંચાયત અધિનયમ કલમ ૨૪૧(૧)(૨)(૩) ની જોગવાઇ અનુસાર કામ કરેલ નથી.
ઉપરોકત તમામ કામ અંગે કોઇ પ્લાન કે ખર્ચના એસ્ટીમેટ કે તાત્રીક મંજુરી કે પંચાયતના ઠરાવ પસાર કરેલ નથી કે માપપોથી રેકર્ડ પર નથી કે કમ્પ્લીશન સર્ટી મેળવેલ નથી.
આ અંગે એસીબી એ તપાસ કરતા આ આક્ષેપિતોએ ચુકવણી કર્યા અંગેના વાઉચરો તથા લાભાર્થીઓના ચેકોમાં વહીવટી ગેરરીતી આચરી સરકારશ્રી ને રૂ.૧૨,૪૭,૦૦૦/- નુ આર્થીક નુકશાન કરેલ.
આમ બન્ને આરોપીઓએ એકબીજાના મેલાપીપણાથી પોતાને મળેલ રાજયસેવક તરીકેની સતાનો દૂરૂપયોગ કરી ગુન્હો કરેલ હોય જેથી આરોપીઓ વિરુધ્ધ ભ.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૧૨,૧૩(૧)(સી),૧૩(૨) તથા ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૦૯,૪૧૯,૪૬૫,૪૬૭,૪૭૧ તથા ૩૪ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

આ અંગે પોલીસ ઇન્સ્પેકટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયા    (    ઍ.સી.બી. પો. સ્ટે.,રાજ્કોટ શહેર ) તપાસ કરી રહ્યાં છે જેમાં સુપરવિઝન અધિકારી એચ પી, દોશી મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ છે             

(7:51 pm IST)