Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ બાદ ડોક્ટર પર હુમલો : હોસ્પિટલની મિલ્કતને નુકશાન મામલે આરોપીની અટકાયત

કોરોના વોરિયર્સ સામે હુમલાઓ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ

વેરાવળ : ગઈકાલે વેરાવળ સીવીલ હોસ્પીટલ ખાતે કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીનુ મૃત્યુ થયેલ અને રાત્રીના ૮/૪૫ વાગ્યાના અરસામાં દર્દી નમીરાબેન સિરાજીના સગાવહાલાઓ ધ્વારા કોરોના વોરીયર ડો.આકાશ શાહ કે જેઓ ઉપરોકત યોજના હેઠળ સીવીલ હોસ્પીટલ વેરાવળ ખાતે કોરોના વોર્ડમાં.કલેકટર,ગીરસોમનાથ જીલ્લાનાઓના આદેશ અનુસાર ફરજ બજાવી રહેલ હતા તેઓની સાથે બોલાચાલી કરી તેઓના ઉપર હુમલો કરી કલેકટર ના જાહેરનામાનો ભંગ કરી, સાર્વજનીક મિકલતને નુકસાન કરેલ હતુ.

   આ બનાવની જાણ થતા મ્હે.પોલીસ અધિક્ષક  ગીરસોમનાથ જીલ્લાની તમામ પો.સ્ટે. ઇન્ચાર્જને અગાઉથી આપેલ સુચનાઓ મુજબ માત્ર ૧૦ મીનીટ જેટલા સમયમાં વેરાવળ શહેર પોલીસ ધ્વારા રીસ્પોન્સ આપવામાં આવેલ અને તાત્કાલીક પહોચી જઇ સમગ્ર પરિસ્થીતી ઉપર કાબુ મેળવી આ સમગ્ર બનાવ અનુસંધાને ડો. આકાશ શાહની ફરીયાદ લઇ વેરાવળ શહેર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૯૨૦૦૯૭૯/૨૦૨૦, ઇપીકો ક.૧૪૩,૧૪૭,૩૩૨,૧૮૬,૫૦૪,૪૨૭,૧૮૮ તથા ધી એેપેડેમીક ડીસીઝ (એમેન્ડમેન્ટ) ઓર્ડીનન્સ ૨૦૨૦ ની કલમ ૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧(એ),પ૧(બી) તથા સાર્વજનીક મિલકતને નુકસાન અટકાવવાનો અધિનિયમ ની કલમ ૩ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.

 

  ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી મનિન્દરસીંગ પવાર નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા રાહુલ ત્રીપાઠી પોલીસ અધિક્ષક ગીરસોમનાથ જીલ્લા નાઓ ધ્વારા આ ગુનાના આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને  જી.બી.બાંભણીયા, ના.પો.અધિ. વેરાવળ વિભાગ નાઓની સીધી દેખરેખ હેઠળ વેરાવળ શહેર પોલીસ ધ્વારા ખાનગી રાહે તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને તા.૩૧/૭/૨૦૨૦ ના રોજ રાત્રીના જ મુખ્ય આરોપી (૧) અક્રમભાઇ અબ્દુલભાઇ સીરાજીતસૈયદ,રહે.વેરાવળ, (૨)મહમદ સોહીલ રફીકભાઇ સીરાજીત રહે.પ્રભાસ પાટણ નાઓને શોધી કાઢવામાં આવેલ અને પો.સ્ટે. સાથે કવોરોન્ટાઇન રાખવામાં આવેલ અને કોરોના ટેસ્ટની કાર્યવાહી પુર્ણ થયેલ અટક કરવામાં આવનાર છે.

 તેમજ આ ગુનાના અન્ય આરોપીઓને શોધી કાઢવા માટેની તજવીજ ચાલુ હતી તે દરમ્યાન આજ રોજ તા.૧/૮/૨૦૨૦ ના ક.૧૬/૦૦ વાગ્યે આ ગુનાના કામે અન્ય આરોપીઓ (૧) અમીન હુશેનમીયા સિરાજી, રહે.વેરાવળ તાલાળા નાકાની બાજુમા સંજરી સોસાયટી (૨)મોઇન રફીક સીરાજી, રહે.પત્ર.પાટણ અજમેરી કોલોની, (૩) એજાજ મહમદહનીફ સિરાજી, રહે.વેરાવળ દીવાનીયા કોલોની (૪) આરીફ મહમદ હનીફ સિરાજી,રહે.વેરાવળ દીવાનીયા કોલોની વાળાને શોધી કાઢવામાં આવેલ અને પો.સ્ટે. સાથે કવોરોન્ટાઇન રાખવામાં આવેલ અને કોરોના ટેસ્ટની કાર્યવાહી પુર્ણ થયેલ અટક કરવામાં આવનાર છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે રક્ષણ આપવા માટે તંત્ર રાત-દીવસ એક કરી રહયુ છે તેમજ કોરોના વોરીયર્સ પોતાના જીવન કે પરિવારની ચિંતા કર્યા વગર પોતાનુ યોગદાન આપી રહેલ છે. તેવા સંજોગોમાં આવા પ્રકારના કાયદા વિરુધ્ધના કૃત્યને જરા પણ હળવાસથી લેવામાં આવશે નહી તેમજ કોરોના વોરીયર્સ પર થયેલ હુમલાઓ અંગે તેમજ કાયદા વિરુધ્ધનુ કૃત્ય કરતા અસામાજીક તત્વો વિરુધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(7:30 pm IST)
  • ૬-૭ ઓગષ્ટથી તામિલનાડુમાં ફરી વરસાદ ખાબકશે : તામિલનાડુમાં ૬-૭ ઓગષ્ટથી ગાજવીજ સાથે ચોમાસુ વરસાદનું ફરી આગમન થશે. તેમ જાણીતા વેધર વોચર કેન્ની જણાવે છે. access_time 1:18 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST