Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વેરાવળની કોવિડ હોસ્પિટલમાં તબીબો ઉપર હુમલો કરનાર ૧૦ સામે ગુન્હો : ર ની અટકાયત

વેરાવળ, તા. ૧ : વેરાવળની કોવિડ હોસ્પિટલમાં તબીબો ઉપર હુમલો અને તોડફોડની ઘટનામાં તબીબની ફરીયાદના આધારે ૧૦ સામે ગુન્હો નોંધાયો છે અને ર શખ્સોની અટકાયત કરાઇ છે.

વેરાવળની કોવિડ હોસ્પિટલમાં  રાત્રે પ૦ જેટલા લોકોના ટોળાએ ધમાલ મચાવીને તબીબો પર હુમલો કરવા સાથે બેફામ તોડફોડ કરતા અફડા-તફડી મચી હતી. પરિણામે સજજડ પોલીસ બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહીનો ધમધમાટ ચાલુ કરાયો હતો. દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન રાત્રે અહીં દાખલ એક ર૧ વર્ષીય યુવતીનું મોત નિપજયા બાદ પરિવારજનો વિફર્યા હતાં.

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને તબીબી સ્ટાફ સાથે યુવતીના પરિવારજનો સહિત પ૦ જેટલા લોકોના ટોળાએ ઉગ્ર બોલાચાલી કર્યા બાદ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, કોવિડ હોસ્પિટલમાં કાચનો કચ્ચરધાણ વાળીને ફર્નીચરમાં પણ બેફામ તોડફોડ કરી હતી.

(2:27 pm IST)