Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પોરબંદરના ઓડદરમાં સ્કુલ બસ ડ્રાઇવરની કરપીણ હત્યા

અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી નાસી ગયા : હત્યાના કારણ અંગે તપાસ

પોરબંદર, ગોસા (ઘેડ) તા. ૧ :  તાલુકાના ઓડેદર ગામે રહેતા અને  સ્કુલ બસ ચલાવતા પોપટભાઇ પુંજાભાઇ ગોરણીયા (ઉ.૩૦) ની અજાણ્યા શખસોએ તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરીને  નાસી ગયા હતા.

ઓડેદરમાં નેશનલ હાઇવે ઉપર કેનાલ પાસે રહેતા પોપટભાઇ પુંજાભાઇ ગોરણિયા (ઉ.વ.૩૦) આજે સવારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ આંતરીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરી નાખી હતી.  બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

મરનાર પોપટભાઇ પુંજાભાઇ ગોરણિયા સ્કુલની બસના ડ્રાઇવર હોવાનું બહાર આવ્યું છે. તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઇ જવાય છે. પોલીસે હત્યા કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)
  • સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત અલગ અલગ તાલુકાઓમાં વધુ ૨૯ વ્યક્તિઓને આવ્યો કોરોના પોઝિટિવ:તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા : જિલ્લાનો ફૂલ કોરોના પોઝિટિવ આંક 920 થયો access_time 10:23 pm IST

  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST

  • રાજકોટમાં આજે 131 લોકો માસ્ક વિનાનાં દંડાયા :65500નો દંડ: આજથી 500નો દંડ વસુલતુ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ તંત્ર: સૌથી વધુ વોર્ડ નં.1માં 13 લોકો ઝડપાયા: વોર્ડ નં. 7માં બધા માસ્ક પહેરી નિકળ્યા access_time 8:15 pm IST