Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જામનગરમાં માત્ર ૧૨ વર્ષની બાળાએ રમતા - રમતા ગળેફાંસો ખાઇ લેતા અરેરાટી

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા એસી ફૂટ રોડ પર પુરોહિત સ્કૂલ નજીક પૂજાબેન કમલભાઇ સોની નામની ૧૨ વર્ષીય કિશોરીએ રમતા રમતા ગળાફાંસો ખાઇ લીધો છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૧ : અહીં પ્રગતીપાર્ક, પુરોહિત સ્કુલ સામે રહેતા કમલભાઈ જોગેશભાઈ સોની, ઉ.વ.૩પ એ સીટી-સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પુજાબેન કમલભાઈ જોગેશભાઈ સોની, ઉ.વ.૧ર, રે. મેહુલનગર ૮૦ ફુટ રોડ, પ્રગતીપાર્ક પુરોહિત સ્કુલ સામે, શ્લોક એપાર્ટમેન્ટ, જામનગરવાળા રમતા રમતા અકસ્માતે કોઈપણ કારણોસર પોતે પોતાના રહેણાક ઓરડીમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ જતા આપઘાત કરતા મરણ ગયેલ છે.

ભેંસો ચરાવતા યુવાનનું પાણીના ખાડામાં અકસ્માતે ડુબી જતા મોત

ધ્રોલ ગામે સહજાનંદ સોસાયટીમાં રહેતા કરણસિંહ પ્રતાપસિંહ જાડેજા, ઉ.વ.૬૩ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, લૈયારા ગામ વિસ્તાર એજયુકેશન સ્કુલ પાસે મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા, ઉ.વ.પ૦, રે. લૈયાર ગામવાળા લૈયારા ગામ સીમ વિસ્તારમાં ભેસો ચરાવતા હોય તે દરમ્યાન પાણી ભરેલા મોટા ઉંડા ખાડામાં પડી જતા મરણ ગયેલ છે.

સજુબા સ્કુલ પાસેથી મોટરસાયકલની ચોરાયાની રાવ

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દયાળજી ગોપાલભાઈ નકુમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૭–ર૦ર૦ના સાંજના સાડા આઠેક વાગ્યા દરમ્યાન દિપક શોપીંગ સેન્ટર સજુબા હાઈસ્કુલ સામે, જામનગરમાં ફરીયાદી દયાળજીએ પોતાનું હિરો હોન્ડા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૦૩–ઈ.કયુ.–પર૦૪  જેની કિંમત રૂ.૧પ૦૦૦ નું આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.(

(1:20 pm IST)
  • અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ' રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક ' : ભારત ઉપર અનેક આક્રમણો થયા : આક્રમણખોરો પોતાના ચિન્હો છોડી ગયા : આ બધા વચ્ચે અડગ આસ્થા સાથે રામમંદિરનું નિર્માણ રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક બની રહેશે : RSS ના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી access_time 7:47 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • ૧ થી ૧૪ ઓગષ્ટ વચ્ચે દેશમાં સારો વરસાદ જામશેઃ ૧૮ ઓગષ્ટ પછી નવો દૌરઃ ઓગષ્ટમાં વરસાદ ધરવી દેશે ? : ૮-૯ ઓગષ્ટ પછી વળી એક બીઓબી એલપીએની આગાહી ઇસીએમ ડબલ્યુએફએ કરી છે. જેને લીધે પશ્ચિમના સાગરકાંઠે, મધ્ય - ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ૧ થી ૧૪ ઓગષ્ટ વચ્ચે વરસાદની જમાવટ રંગ લાવશે અને ૧૮ ઓગષ્ટ પછી ફરીથી દેશના સંખ્યાબંધ ભાગોમાં વરસાદનું જોર વધી જશે તેમ ખાનગી વેધર એનાલીસ્ટે ટવીટર ઉપર કહ્યું છે. access_time 1:19 pm IST