Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ધોરાજીનાં તોરણિયામાં શ્રાવણિયો જુગારનો દરોડો : ચાર મહીલા સહીત દસ ઝડપાયા

ધોરાજી,તા. ૧: અહીંના તોરણિયા ગામે પોલીસે શ્રાવણિયા જુગારનો દરોડો પાડી ચનર મહિલા સહીત ૧૦ને ૫ના ટીંચતા ઝડપી લઇ ૧૪ હજારની રોકડ જપ્ત કરી હતી.

ધોરાજીના પીઆઇ એચ.એ.જાડેજાને મળેલ પૂર્વ બાતમીના આધારે ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ખાડીયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હતા તે દરમ્યાન મોડી રાત્રે પીએસઆઇ નયનાબેન કદાવાલા હિતેશભાઇ ગેરજા અને સીધરાજસિંહ સહીતના પોલીસ સ્ટાફે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૦ જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં (૧) પિન્ટુ કિશોર મકવાણા (૨) દિપક પોલા મકવાણા (૩) હરેશ બધાજી (૪) અશોક મોહન (૫) ભુપત અરજણ (૬) સવીતાબેન બાવનજી (૭) રસીલા નરશી (૮) સરોજબેન ભુપતભાઇ (૯) સારદા અશોક (૧૦) નિલેશ કાળુ સહીતનાને જાહેરમાં જુગાર રમતા રૂ. ૧૪,૧૬૦ રોકડા સાથે ઝડપી લેવાયા રહ્યા  અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

આ બનાવ અંગે બીન જમાદાર હિતેશભાઇ ગરેજા વધુ તપાસ ચલાવી રહેલ છે.(

(12:59 pm IST)