Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પડધરી મામલતદારના કોમ્પ્યુટર ઓપરેટર પણ કોરોનાની ઝપટે : કચેરી બંધ કરી દેવાઇ : સ્ટાફ હોમ કોરોન્ટાઇન

રાજકોટ તા. ૧ : કલેકટર કચેરીના ૮માં કર્મચારી કોરોનાની ઝપટે ચડી ગયા છે, ગઇકાલે મોડી સાંજે પડધરી મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને કોરોના પોઝિટિવ જાહેર થતાં જ સ્ટાફ ઘરે ચાલ્યો ગયો હતો.

આ ઓપરેટરને દાખલ કરી દેવાયા છે, ઓપરેટર પહેલા આધારકાર્ડની કામગીરી કરતા હતા પરંતુ હાલ આધાર કાર્ડની કામગીરી બંધ હોય, તેઓ ઓફિસ વર્ક સંભાળતા હતા. હવે તેમને કોરોના વળગતા મામલતદાર ભાવનાબેન વીરોજા સહિતનો તમામ સ્ટાફ હોમ કોરોન્ટાઇન કરી દેવાયો છે. કચેરી બંધ કરાઇ છે, ત્રણ દિવસ રજા હોય મંગળવારે સેનેટાઇઝ બાદ કામગીરી શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.(

(11:51 am IST)