Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જુનાગઢ જોષીપરા રેલ્વે ફાટકે ઓવરબ્રીજ બનશે

રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૧૯૦ ચો.મી. જમીન તબદીલ કરવા માટે સૈધ્ધાંતિક મંજુરીઃ કોર્પોરેટર હરેશ પરસાણા એ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો

જુનાગઢ તા. ૧: જુનાગઢ જોષીપરા રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી મળતા મુ. મંત્રી અને ના. મુ. મંત્રીનો આભાર કોર્પોરેટર હરેશ પરસાણાએ વ્યકત કર્યો હતો.

આ અંગે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર અને જોષીપરા વિસ્તારના અગ્રણી અને ભા.જ.પા.ના ઉપપ્રમુખ હરેશભાઇ પરસાણાએ જણાવ્યું હતું કે, જુનાગઢના વિકાસ માટે સતત ચિંતિત એવી ભાજપાની ગુજરાત રાજય સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના પ્રયાસોથી અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા કોર્પોરેટર હરેશભાઇ પરસાણાની નિરંતર રજુઆતો બાદ આજરોજ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ એ જોષીપરા રેલ્વે ક્રોસીંગ પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે કામ હાથ ધરવા માટે જરૂરી ૧૧૯૦ ચો.મી. માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જમીનને તબદીલ કરવાની સૈધ્ધાશ્રંતિક મંજુરી આજરોજ આપવામાં આવેલ છે.

આમ, રાજયની સંવેદનશિલ સરકારના સંવેદનશિલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો જુનાગઢને આપેલ રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની ખાતરી પુર્ણતા તરફ જઇ રહી છે અને નાયબ મુખ્યમંત્રીએ તત્કાલ સૈધ્ધાંતિક મંજુરી આપેલ છે, જે બદલ આજરોજ રાજયના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી તથા ૧૩ લોકસભા જુનાગઢના જાગૃત સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો આ તકે કોર્પોરેટર હરેશભાઇ પરસાણાએ આભાર માનેલ છે. અને આગામી દિવસોમાં ઝડપભેર ઓવરબ્રીજની કામગીરી શરૂ થનાર છે તેમ યાદીના અંતમાં જણાવાયેલ છે.

(11:41 am IST)