Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

બાબરાના વાવડામાં કોરોના કેસઃ લોકોમાં ફફડાટ

કોટડા સાંગાણી તા. ૧ :.. બાબરાના કોટડાપીઠા બાજુનાં વાવડા ગામે રહેતા જયાબેન ધનજીભાઇ રામાણી (ઉ.૬૦) તે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અમરેલી કોવીડ-૧૯ માં દાખલ કરેલ છે. આ મહીલા સ્થાનીક સંક્રમણ છેલ્લા થોડા સમયથી તાવ, શરદી, શ્વાસની બીમારી સબબ દવા લેતા હતાં, ત્યારે રીપોર્ટ કરાવતા પોઝીટીવ આવતા નાના એવા ગામમાં ભયનું લખલખુ ફેલાયેલ છે. જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારને કોરોન્ટાઇન ઝોન જાહેર કરેલ છે પરિવારનાં અન્ય ત્રણ વ્યકિતને ઘર પર જ કોરોન્ટાઇન કરેલ છે.

(11:39 am IST)
  • અંત સમયમાં ભગવાન જ યાદ આવે છે : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રામમંદિરના નિર્માણને આવકારતો વિડિઓ વાઇરલ કરતા ભાજપ આગેવાન કૈલાસ વિજય વર્ગીયનો કટાક્ષ : અત્યાર સુધી કોંગ્રેસ આગેવાનો રામના પાત્રને કાલ્પનિક ગણાવતા હતાં : હવે સદબુદ્ધિ આવી તે બાબત આવકારદાયક access_time 7:59 pm IST

  • લોકડાઉનથી આર્થિક સંકટ ઉભું થયું છે અને કેન્દ્રની આવકમાં પણ ઘટાડો થયો છે : કોરોના સાથે જીવન જીવતા શીખવું પડશે : લાંબા સમય સુધી લોકડાઉન યોગ્ય નથી : ગડકરી access_time 2:24 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ પ્રજાલક્ષી કાર્યોને કરશે સમર્પિત:સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની લેશે મુલાકાત.:રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું સામાન્ય કારીગર-લોકોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરાશે. access_time 10:25 pm IST