Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ઉનાના બુટલેગર રસીક ઝીણાભાઇ કોળીની પાસામાં ધરપકડ થઇ છેઃ સમાજ અગ્રણી રસિકભાઇ સાથે આ અહેવાલોને કશું લાગતું વળગતું નથીઃ

રાજકોટ : તાજેતરમાં ઉના તા.ના ખાણ ગામના રહેવાસી-બૂટલેગર રસીક ઝીણાભાઇ બાંભણીયા (કોળી) ને દારૂના અનેક ગુન્હા સબબ પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. દરમિયાન અ.ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી શ્રી રસિકભાઇ ચાવડા પણ જાહેર જીવનમાં રસિકભાઇ કોળી તરીકે સુપ્રસિદ્ધ છે ઉપરોકત પ્રસિદ્ધ થયેલ આહેવાલો ઉનાના રસિક ઝીણાભાઇ કોળીને પાસામાં ધકેલવામાં આવ્યા તે સંદર્ભે છે. આ અહેવાલોનો કોળી સમાજમાં માનભર્યું સ્થાન ધરાવતા શ્રી રસિકભાઇ ચાવડા (કોળી) સાથે કંઇ જ લાગતું વળગતું નથી તેની નોંધ લેવા સહુને વિનંતી.

 

(11:24 am IST)