Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જૂનાગઢમાં ધનવંતરી કલીનિક ખુલ્લુ મુકતા મેયર ધીરૂભાઇ ગોહિલ

જુનાગઢ : કોરોના મહામારીને પહોંચી વળવા મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા કોવીડ-૧૯ અંતર્ગત જુદા જુદા વોર્ડમાં પ્રથમ તબક્કામાં કુલ-પ ધનવંતરી કલીનિકનો આજ રોજ મેયર ધીરૂભાઇ ગોહેલ તથા કમિશ્નર તુષાર સુમેરાની ઉપસ્થિતમાં વોર્ડ નં. ૧૩, ૪-પ્લેટીનીમ કોમ્પ્લેક્ષ, મધુરમ મેઇન રોડ, વોર્ડ નં.૧પ લીરબાઇપરા, વોર્ડ નં.૮ અલ્ટ્રા સ્કૂલ, કેબરીજ કલાસીસ, ભાટીયા ધર્મશાળા રોડ, વોર્ડ નં.૩ એમ.એચ.સી. ડેલો, સુખનાથ ચોક, એસ.આઇ.ની ઓફીસ, વોર્ડ નં. ૭ નોબલ નગર, નોબલ સ્કૂલ પાસે, ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા વિસ્તારોમાં લોકોને ઘર નજીક પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી ધનવંતી કલીનિકનો પ્રારંભ કરવામાં આવેલ છે. ધનવંતી કલીનિક કલીન્કમાં મેડીકલ ઓફીસર તથા મેડીકલ ટીમ ઉપસ્થિત રહેશ તથા મેડીકલ ઓફીસર દ્વારા તાવ, શરદી, કફ, ઉધરસ, શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો ધરાવતા લોકોની સારવાર આપવામાં આવશે જેનો સમય સવારના ૯થી ૧ તથા બપોરના ૪ થી ૬ દરરોજ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આજ રોજ ઘણા દર્દીએ આ કલીનીકનો લાભ મેળવેલ છે આ તકે ડે. મેયર હેમાંશુભાઇ પંડયા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર, શહેર પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી તથા પદાધિકારી પુનિતભાઇ શર્મા, શારદાબેન પુરોહિત, વાલભાઇ આમછેડા, જીવાભાઇ સોલંકી, સંજયભાઇ કોરડીયા, સીમાબેન પીપલીયા, મસરીભાઇ ઓડેદરા, અદ્રેમાનભાઇ પંજા તથા અધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવેલ છે.

(11:11 am IST)