Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વિશ્વ સિંહ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી થશે : ૧ થી ૧૦ ઓગસ્ટ સુધી વનવિભાગ સાસણનું આયોજન

વેળાવદર તા. ૧ : સૌરાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં દર વર્ષે ૧૦ મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી મોટા ઉત્સવના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કરોના મહામારીને ધ્યાનમાં લઈને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા રેલીઓ કે સભાઓનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે અને તેનું આયોજન ઓનલાઇન કરવામાં આવેલ છે અનુસંધાને વનવિભાગ સાસણના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામના જણાવ્યા અનુસાર ૧લી ઓગસ્ટથી શરૂ કરીને તમામ શાળાઓ, મહાશાળાઓમાં એશિયાટિક લાયનના સંરક્ષણ અને સંવર્ધન માટે વિડિયો અને લીંક મોકલવામાં આવશે. જે લીન્ક દ્વારા લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન થશે. વ્યકિતગત અને સામૂહિક રીતે તમામ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ દ્વારા તેને વધુમાં વધુ શેર કરશે અને જેમને વધારે પ્રમાણમાં લાઈક, શેર,વ્યુ મળશે તેમને બ્રોઝ, સિલ્વર વગેરે જેવા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

ભાવનગર જિલ્લાનુ સંકલન, આયોજન જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર, રાકેશભાઈ અને તાલુકા કો-ઓર્ડિનેટર સંભાળી રહ્યા છે.આ અંગેની જરૂરી સુચનાઓ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા અપાઈ રહી છે.

(10:22 am IST)