Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોના રિપોર્ટ મોડા આવતા બગસરામાં અનેક લોકો સંક્રમિત થયાની શંકા

 બગસરા તા. ૧ : બગસરામાં કાલ આવેલા ત્રણ કોરોના પોઝિટિવ કેસના સેમ્પલ ૧૧ દિવસ પહેલા લેવાયા હતા રિપોર્ટ મોડા આવતા ત્રણ વ્યકિતઓ દ્વારા શહેરમાં અનેકને સંક્રમિત કરાયાની શકયતાને પગલે આગામી દિવસોમાં કેસ વધવાનો ભય લોકોમાં ફેલાયો છે.

વિગત અનુસાર બગસરા મારે કાલે દેના બેંક મેનેજર, બેંક.ઓફ.બરોડા મેનેજર, તથા તેના એક પટાવાળા નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જોકે આ સેમ્પલ તારીખ ૨૦ જુલાઇના રોજ લેવામાં આવેલ હતા. પરંતુ તેનો રિપોર્ટ તારીખ ૩૦ના ના રોજ આવતા આ દિવસ દરમ્યાન બેંક મેનેજર તથા પટાવાળા અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા અને આ લોકોને પણ સંક્રમિત કર્યાની શંકાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે બે પૈકી એક મેનેજરની તો ધારીના જીરા ખાતે બદલી પણ થઈ હતી. જેથી તેણે ત્યાંના લોકોને પણ સંક્રમિત કર્યા હોવાની સંપૂર્ણ શકયતા છે હાલ રિપોર્ટ કર્યા ને ૧૧ દિવસો વીતવાથી તંત્ર દ્વારા તેમના રહેણાંક વિસ્તાર ગોકુલધામને કન્ટેન્મેન્ટ ઝોન કરવાની પણ તૈયારી દર્શાવેલ નથી. આમ રિપોર્ટ મોડા આવવાથી જાહેર સેવામાં કામ કરતાં આ ત્રણેય લોકો દ્વારા તેમના સંપર્કમાં આવેલા વ્યકિતઓની યાદી માંગવામાં આવી છે, જેથી સંક્રમિત થયેલા હોય તેવા લોકોનેઙ્ગ હોમ કોરોન્ટાઈન કરી શકાય.

(10:21 am IST)