Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

બાબરા જીઆઇડીસી પાસે તુફાન ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત : કિરીટભાઇ જીયાણીનું મોતઃ પત્ની મિતલબેન ગંભીર

બાબરા, તા. ૧ : બાબરા આજે સવારે સાત વાગ્યે જીઆઇડીસી નંબર એક પાસે મોટર સાયકલ અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થતાં બાબરાના અમરાપરાના યુવાન કિરીટભાઇ વશરામભાઇ જીયાણી ઉ.વ.૩૮નું ઘટના સ્થળે મોત થયું હતું.(૮.

જાણવા મળતી વિગત મુજબ કિરીટભાઇ અને તેના પત્ની ઘરેથી વાડીયે જતા હતાં ત્યારે ભાવનગર તરફથી આવતી તુફાન ગાડી ડ્રાઇવરનું બેફીકરાઇ ભર્યું ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાતા બાબરાના અમરાપરાના સેવાભાવી યુવાન કિરીટભાઇનું મોત થયું હતું. તેમના પત્ની મિતલબેનને ગંભીર ઇજા થતા બાબરા સીવીલ હોસ્પિટલમાં પ્રથમ સારવાર બાદ અમરેલી ખસેડવામાં આવ્યા હતા.

અમરાપરા ગામમાં શોક છવાય ગયો હતો તેમના સરકારી દવાખાને અમરાપરા ગામના મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતાં. અકસ્માતના બનાવની યુવાનના કુટુંબીજનોએ ગાડી ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બાબરા પોલીસ વધુ તપાસ  આગળ કરી રહી છે.

(1:39 pm IST)