Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મોરબીના રવાપર ચોકડીએ ટ્રાફિક નિવારવા પ્રશ્ને બ્રિજેશભાઇ મેરજાની માંગણી

મોરબી તા.૦૧ :મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જેથી મહેન્દ્રનગર ચોકડીએ અન્ડર બ્રિજને બદલે ઓવર બ્રીજ તેમજ મચ્છુ ૨ કેનાલની ડાબી બાજુ સર્વિસ રોડ આપી રવાપર ચોકડીનો ટ્રાફિક નિવારવા ધારાસભ્યે માંગ કરી છે.

મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને ઉમિયા સર્કલ પાસે ફ્લાય ઓવર બનાવવા તેમજ રવાપર ચોકડી પાસેના ટ્રાફિકને કંટ્રોલ કરવા મચ્છુ ૨ કેનાલ આવેલી છે ત્યાં કેનાલને બોકિસંગથી કવર કરવા અને કેનાલની ડાબી બાજુ સર્વિસ રોડ કરીને કેનાલની બંને તરફ આવન જાવન માટે વન વે ટ્રાફિકની સુવિધા આપવી જરૂરી છે તે ઉપરંત કેનાલ રોડ પર હાલ જે હેવી વાહનોનો ટ્રાફિક રહે છે તેના પર પ્રતિબંધ મુકવા અને ભારે વાહનો માટે શનાળાથી લીલાપર થઈને જોધપર પાસે બનેલ બ્રીજ તરફ ડાયવર્ટ કરવા રસ્તાનું કામ જરૂરી છે. શનાળા રોડ પરના સમય ગેઇટ પાસેનું નાળું પહોળું કરીને ૨૦૦ મીટરની ખૂટતી ચેનલને પણ શ્ંશ્વ લેન કરવી જરૂરી છે

ધારાસભ્ય દ્વારા પણ માંગ કરી છે કે મહેન્દ્રનગર ચોકડીએ જે અન્ડર બ્રીજ જાહેર કરાયો છે તેને બદલે ઓવરબ્રીજ કરવાથી ટ્રાફિક સમસ્યાનો ઈલાજ થશે જે માંગણીઓ અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજયના નાયબ મુખ્યમંત્રી, માર્ગ-મકાન વિભાગના અધિક્ષક ઈજનેર, જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ અધિક્ષકને રજુઆતો કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે

(12:53 pm IST)