Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મુંદરાની બે સગીરાને ભગાડી જનારા ચાર મહિને જામનગરના ચંગામાં ઝડપાયા

ભુજ તા.૧: ગઇ તા. ૩૧/૩/૨૦૧૮ ની રાત્રીના ભુજપર ગામેથી બે સગીરાને લલચાવી ફોસલાવી સુરેશ રમેશ પટણી તથા પોપટ રણછોડ પટણીએ અપહરણ કરી નાસી ગયેલ તે બાબતે મુંદરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો દાખલ થયેલ અને તે ગુન્હાની તપાસ પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડા પશ્ચિમ કચ્છ ભુજ નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલના માર્ગદર્શન થી મુંદરા ઇન્સ્પેકટર એમ.એન. ચોૈહાણ ચલાવી રહેલ હતા. દરમ્યાન સદર આરોપીઓ તથા ભોગ બનનારોની ખાનગી બાતમીદારોથી તથા વૈજ્ઞાનિક પધ્ધતિથી તપાસ દરમ્યાન આરોપીઓ તથા ભોગ બનનાર બંન્ને બાળાઓ જામનગર જિલ્લાના ચંગા ગામની સીમમાં વાડી વિસ્તારમાં હોવાની બાતમી આધારે મુંદરા પોલીસ સ્ટેશનની ટીમને તપાસમાં મોકલી બાળાઓનો કબ્જો લઇ તથા બન્ને આારોપીઓને તે જગ્યાએથી દબોચી લઇ પોલીસ સ્ટેશન લાવી ભોગ બનનારની પુછપરછ તપાસ કરી તેના મા-બાપને સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં સ્ટાફના એ.એસ.આઇ. નારાણભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્સ. શકિતસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા રવજીભાઇ બરાડીયા તથા પો. કોન્સ. કુલદિપસિંહ રાણા વિગેરે જોડાયેલ હતા. (૧.૮)

(4:15 pm IST)