Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

પાલીતાણાના શિક્ષકની અનોખી પહેલ

શાળામાં ઓરડાની ઘટને પહોંચી વળવા ૪ વર્ષથી બનાવે છે અનોખી પ્રજ્ઞાકુટીર

કુંઠેલી તા.૧: પાલીતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા પોતાની શાળામાં વર્ગ ખંડની ઘટને પહોંચી વળવા છેલ્લા ૪ વર્ષથી પોતાનો સમય તથા આર્થિક સહયોગ દ્વારા અલગ અલગ થીમથી પ્રજ્ઞાકુટીરનું નિર્માણ કરેલ છે.

આ કુટીરમાં ૪૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને સૌ ભણે સૌ આગળ વધેનંુ સૂત્ર સાકાર થાય છે. આ અનોખી કુટીરમાં વેસ્ટ વસ્તુના ઉપયોગથી બેસ્ટ બનાવવામાં આવે છે. આ શિક્ષક દ્વારા બનાવવામાં આવેલ પ્રજ્ઞાકુટીરના હેતુ માત્ર શાળામાં વર્ગખંડની ઘટને પહોંચી વળવાનો છે. સાથો સાથ પ્રજ્ઞા અભિગમને સાકાર કરવાનો અને બાળકો માટે ભાર વગરના ભણતર નિર્માણ કરવાનો છે.

આ કુટીર નિર્માણ માટે આ શિક્ષકે આશરે ૫૫ હજારનું દાન કરી અને એક અનોખી પહેલ કરેલ છે. (૧૧.પ)

(1:02 pm IST)