Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ખેડૂતોના વિરોધનો ત્રીજો દિવસ

વડાલીયા સિંહ ગામે ખેડૂતો નો JKTL કંપની સામે રોષ : કંપની દ્વારા વિજપોલ ઉભા કરવામાં આવેલ સ્થળ પર કરાયેલ ખાડામાં ખેડૂત બેઠો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ખેડૂતોના વિરોધનો ત્રીજો દિવસ છેખંભાળીયા તાલુકાના વડાલીયા સિંહ ગામે ખેડૂતોનો JKTL કંપની સામે વિરોધ વ્યક્ત કરાયો છેકંપની દ્વારા વિજપોલ ઉભા કરવામાં આવેલ સ્થળ પર કરાયેલ ખાડામાં ખેડૂત બેઠો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતોખેડૂત એની જમીનમાં થયેલ ખાડાને પોતાની છાતીમાં ખાડો થયો હોય તે રીતે ખાડામાં બેસી વિરોધ કર્યો હતોકંપનીના કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી કામ કરવામાં આવતું હોય ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો હતો ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યું હોઈ તેને લઈને વિરોધ કરાયો હતો

ખેડૂતો ખાડામાં બેસી જતા કંપનીના કર્મીઓએ કામ બંધ કર્યું હતું .

(8:36 pm IST)