Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સમી સાંજે જામનગરના દિગ્વિજય પ્લોટમાં યુવાન પર પાંચેક અજાણ્યા શખ્શોનો હુમલો

પાઇપ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાતા યુવાન ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયો

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા શેરી નંબર 58 માં સમી સાંજે ધરમ અશોકભાઈ કટારમલ (ઉ.વ.25) પર પાંચેક અજાણ્યા શખ્સો દ્વારા પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ધરમ નામના યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો છે જ્યાં હાલ તેના પર શસ્ત્રક્રિયા ચાલુ છે. પ્રાથમિક તબક્કે પ્રેમ પ્રકરણમાં હુમલો થયાનું મનાઇ રહ્યું છે હાલ પોલીસે જુદી જુદી દિશામાં આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(8:16 pm IST)