Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાની ઘટનાને ધોરાજીમાં વખોડવામાં આવી :આમ આદમી પાર્ટી દ્રારા આવેદનપત્ર અપાયુ....

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવિણભાઇ હરપાળ, જયેશભાઈ ચોધરી સહીત કાર્યકર્તાઓ દ્વારા આજરોજ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવેલ કે
તારીખ 30/06/2021 ના રોજ વિસાવદર ના લેરિયા ગામ મા આમ આદમી પાર્ટી ની જન સંવેદના યાત્રા ઉપર ""આપ" પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઇટલીયા અને સામાજિક કાર્યકર્તા અને ""આપ" નેતા મહેશ ભાઈ   સાવાણી અને મહિલા નેતા નિમિષા બેન ખૂંટ અને બીજા પ્રદેશના આગેવાનો ઉપર ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામા આવ્યુ હતું
આમ આદમી પાર્ટી ધોરાજી આવી હલકી કક્ષાની રાજનીતિનો ખુલ્લો વિરોધ કરીયે છીએ.
પણ આવા રાજકીય ગુંડા ઓ વિરૂદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામા આવે અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે અમો આપના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને નિવેદન કરીએ છીએ કે આવા લુખ્ખા તત્વો સામે તાત્કાલિક પગલાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ
જો આવા લોકો ઉપર કડક કાર્યવાહીમા નહીં આવે તો આગામી દિવસોમા અમો લોકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરીશુ અને પછીની બધી જવાબદારી રાજય સરકારની રહશે.ધોરાજી પ્રાંત અધિકારીએ આવેદન પત્રનો સ્વીકાર કર્યો હતો

(7:09 pm IST)