Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કચ્છમાં “વિશ્વ તબીબી દિવસ”ની અનોખી ઉજવણી: ધરતીપુત્રોએ કોરોના વોરીયર્સનું કર્યું અનેરું સન્માન

કચ્છી ખારેક અર્પણ કરી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની સેવાને કરી સલામ

(વિનોદ ગાલા દ્વારા) :  (ભુજ) ૧ જુલાઇ ૨૦૨૧, મુંદરા તાલુકાના જુદા-જુદા ગામોના ખેતી અને બાગાયતી પાકોના જાણકાર અને કચ્છ કલ્પતરૂ પ્રોડ્યુસર સાથે જોડાયેલા ખેડૂતોએ વિશ્વ તબીબ દિવસ નિમિતે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું.

 

કોરોનાની બીજી લહેરને કારણે ઉભી થયેલ કપરી પરિસ્થિતીમાં હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓએ જે સાહસ દાખવી લડત આપેલ તેને બિરદાવવા કેકેપીસી સાથે જોડાયેલ ધરતીપુત્રોએ તેમની ખારેકની સીઝનનો ઉત્તમ પાક અદાણી હોસ્પિટલ મુંદરાના ૧૦૦ કર્મચારીઓ અને જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના ૧૦૦ જેટલા કર્મચારીઓને આપી આ કોરોના

વોરીયર્સનું સન્માન કર્યું હતું.

 

કરછ કલ્પતરૂ પ્રોડ્યુસર કંપનીના ડાયરેકટર વિરમભાઇ સાંખરાએ તમામ કોરોના વોરીયર્સની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે તમામ ધરતીપુત્રો હોસ્પિટલની અભૂતપૂર્વ કામગીરીને સલામ કરે છે, અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે તમામ ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી સહિતના સ્ટાફનો અભિવાદન કર્યું હતું તેમજ કોરોનાની ત્રીજી લહેરને રોકવા કટ્ટીબદ્ધતા દર્શાવી હતી.

 

આ કાર્યક્રમમાં કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપનીના ડાયરેકટરો સર્વશ્રી વિરમભાઇ સાંખરા, હરિભાઈ રવિયા અને નારાણભાઇ સેડા, અદાણી હોસ્પિટલના ઇન્ચાર્જ ડો.વત્સલ પંડ્યા. જી કે જનરલ અદાણી હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ,નરેન્દ્ર હિરાણી, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. શાર્દુલ ચોરસીયા. મેડિકલ એડમીન હેડ ડો.  કોઠારી, અદાણીના કોર્પોરેટ અફેર્સ વિભાગના હેડ સૌરભભાઇ શાહ, અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહ, એસએલ.ડી વિભાગના હેડ શ્રી માવજીભાઇ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને કોટોના વોરીયર્સની કામગીરીને બિરદાવી હતી.

*અદાણી ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને બાગાયતી પાકો, ટિસ્યુ રોપા, રૂફ્ટોપ હાર્વેસ્ટિંગ, હોમ બાયોગેસ માટે અપાતું માર્ગદર્શન અને મદદ

 

કચ્છ કલ્પતરૂ પ્રોડ્યુસર કંપનીની રચના સારી કવોલીટીની ઉચ્ચ ગુણવતા વાળો ખારેકનું ઉત્પાદન થાય. ટ્રાન્સપોર્ટેશન સમયે તેનો બગાડ ન થાય અને તેનો વ્યવસ્થિત પેકીંગ થાય

 

તે ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. એક સમાન ગુણવતા વાળી બારાકી ખારેક જથ્થાબંધ મળી રહે તે માટે અદાણી ફાઉન્ડેશને ૩૪ ખેડૂતોને ૮૫૦ જેટલા ટીસ્યુકલ્ચર રોપા ગત વર્ષે આપેલ હતા. ખારેક ઉપરાંત દાડમ, આંબા,  ડ્રેગન ફ્રૂટ વગેરે જેવા બાગાયતી પાકને પ્રોત્સાહન આપી તેનું વ્યવસ્થિત ગ્રેડીંગ અને માર્કેટીંગ થાય તે માટે કચ્છ કલ્પતરૂ પ્રોડ્યુસર કંપની દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેતી દ્વારા ચાલતી આ એક રજીસ્ટર્ડ એફ.પી.ઓ. છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત કર કલ્પતરૂ પ્રોડ્યુસર કંપનીમાં ૧૦ ડાયરેકટરો છે અને ૨૦૦ જેટલા ખેડૂતો જોડાયેલા છે,

 

કચ્છ કલ્પતરૂ પ્રોડ્યુસર કંપનીએ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે આ માટે અદાણી ફાઉન્ડેશન તરફથી ખેડૂતોને વરસાદી પાણીની સંગ્રહ માટે રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પાણીનો સ્તર ઉંચુ લાવવા બોરવેલ રીચાર્જ તેમજ હોમ બાયોગેસ માટે લોકભાગીદારી સાથે સહયોગ કરવામાં આવેલ છે. કોમ બાયોગેસનો ઉપયોગ ખેડૂતો બળતા તરીકે કરે છે. તેમજ તેમાંથી નિકળતી બાયોસ્કરી ખાતર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. જેથી ગાય આધારીત ખેતીને પણ પ્રોત્સાહન મળે છે. અને તે લોકોના સ્વાસ્થય માટે પણ લાભદાયી છે.

(6:05 pm IST)